રાજકોટમાં માધાપર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી .૮.૩૯ લાખની રોકડની ચોરી થઇ હતી.જેમાં પોલીસે તપાસ કરી ઓફિસના જ પૂર્વ કર્મચારી કમલેશ ઓમપ્રકાશ પ્રજાપતીને ઝડપી લીધો હતો.પોલીસે યારે આ શખસની પુછતાછ કરી ત્યારે એવી હકીકત સામે આવી હતી કે, તે ટી.વી પર ક્રાઇમ શો નિહાળતો હોય અને તેના પરથી આઇડીયા લઇ તેણે ચોરીનો ફુલપ્રુફ પ્લાન બનાવ્યો હતો.આ પ્રથમ ઘટના નથી કે જયારે કોઇ ગુનાહિત માનસિકતા ધરાવનારે ગુનાને અંજામ આપવા માટે ક્રાઇમ શો પરથી આઇડિયા લીધો હોય આ પૂર્વે પણ આવી અનેક ઘટનાઓ બની છે જેમાં ગુનો આચરનારે ક્રાઇમ શો પરથી પ્રેરાય ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો હોય.
ટી.વી. પરના સનસનાટીસભર્યા ક્રાઇમ શો અને હવે તો ક્રાઇમ આધારિત વેબ સિરિઝની પણ ભરમાર છે જે દર્શકોને અપરાધ પ્રત્યે સાવધાન થતાં શીખવે છે કે અપરાધ કરતાં શીખવે છે? તે કહેવું મુશ્કેલ છે. ગુનો કરવા માટેનાં કારણો કદાચ અલગ હોઇ શકે, ગુનાના પ્લાનિંગમાં તો ટી.વી શોનો અને આવી વેબ સિરિઝનો મોટો હાથ હોય છે. આવી ઘટનાઓમાં ટીવી પરના ક્રાઇમ શો અત્યતં લોકપ્રિય છે. તેમાં મોટાભાગના રિયલ લાઇફ ક્રાઇમનું ડ્રામેટાઇઝેશન હોય છે, મેલોડ્રામેટાઇઝેશન હોય છે. ગુનો કઇ રીતે આચરવામાં આવ્યો તેની ઝીણામાં ઝીણી વિગતો આપવામાં આવી હોય છે અને ઘણીવાર બઢાવી ચઢાવીને પણ રજૂ કરાઇ હોય છે. ગુનેગારે કઇ કડીઓ છોડી તે પણ દર્શાવાયું હોય છે. આ બધું જોયા પછી જેનું અપરાધી માનસ છે એવા દર્શકો અથવા જેને અપરાધ આચરવાની ઇચ્છા થઇ છે તેવા દર્શકોને આઇડિયા મળી જાય છે.
કહેવાય છે કે લખેલી કે સાંભળેલી વાત કરતા જે વસ્તુ જોઇ હોય તેની અરસ માનસપટ પર લાંબા સમય સુધી રહે છે.એટલે જ તો સિનેમા અને વિજાણુ માધ્યમને ભારે અસરકાર માનવામાં આવે છે.કોઇ વ્યકિત આવા ક્રાઇમ શો નિહાળે છે તો તેની અસર થોડા દિવસો પૂરતી સિમિત નથી રહેતી.મહિનાઓ અને વર્ષ બાદ પણ તેના કેટલાક ચોક્કસ દ્રશ્યો મનમાં સંગ્રાહેલા રહે છે. જયારે તેને કોઇ સુસંગત ઘટના આસપાસ બને ત્યારે તે દ્રશ્ય એકાએકા તાજુ થઇ જતું હોય છે.કોઇ ગુનાહિત માનસિકતા ધરાવનાર વ્યકિતએ આવી કોઇ બાબત જોઇ હોય તો જરી નથી કે તે સમયે જ તે તેનાથી પ્રેરિત થઇ ગુનાહિત કૃત્ય આચરે પણ ભવિષ્યમાં કોઇ એવા સંજોગો સર્જાય ત્યારે તે પરફેકટ ક્રાઇમ માટે આવા ક્રાઇમ શો અને સિરિઝ પરથી આઇડીયા લેતો હોય છે. એ વાત પણ એટલી જ ખરી કે, ક્રાઇમ શો નિહાળતી વખતે ઘણા કદાચ એવું પણ વિચારતા હશે કે, પોતે હોય તો ગુનો કર્યા પછી આટલી ભૂલો ન કરે. પણ કોઇ ગુનાનો પ્લાન કયારેય સંપૂર્ણપણે ફુલપ્રૂફ હોતો નથી. અપરાધી હંમેશાં થોડી ભૂલો તો કરે જ છે, અને પકડાઇ જાય છે.આ વાત હમેંશા યાદ રાખવી જોઇએ. કારણ જીવન એ કોઇ ફિલ્મી શો નથી. અહીં રિટેક નથી હોતો. લાલચમાં કે આવેશમાં આવી એવું કૃત્ય ન આચરવું કે બાદમાં વર્ષેા સુધી પસ્તાવો થાય
ફિલ્મોની અસર મન પર લાંબા સમય સુધી રહે છે: ડો. યોગેશ જોગસણ
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ જણાવે છે કે, જે ફિલ્મો અથવા વેબ સિરીઝ જોઈએ જે હિંસક પ્રકૃતિની હોય તો તે તમારા મન પર પણ અસર કરી શકે છે. યારે આપણે ફિલ્મો જોઈએ છીએ ત્યારે ફિલ્મોમાં સામાન્ય રીતે કેટલાક હિંસક દ્રશ્યો હોય છે. આ હિંસક દ્રશ્યો વ્યકિતના ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસને સીધી અસર કરે છે. આ અસર દરેકને વતા ઓછા પ્રમાણમાં થઈ શકે. યારે કોઈ વ્યકિત મૂવીમાં હિંસક દ્રશ્ય જુએ છે ત્યારે શરીર તણાવ અને ડર–સંબંધિત હોર્મેાન્સ છોડવાનું શ કરે છે, જેમ કે એડ્રેનાલિન અને કોર્ટિસોલ. આનાથી આક્રમક વર્તન અને ભાવનાત્મક તકલીફમાં વધારો થાય છે. તે ઉપરાંત હિંસક ફિલ્મો વ્યકિતના વર્તનમાં સહાનુભૂતિના સ્તરમાં ઘટાડો તરફ દોરી જાય છે. આ સર્વે કરવા પાછળનો હેતુ જ એ રહ્યો છે કે રીતે હિંસક ફિલ્મો દર્શકોના મન પર નકારાત્મક અસર કરે છે.તેમણે કહ્યું હતું કે, તેમના વિધાર્થીઓ કરેલા સર્વે મુજબ ૭૮.૭૦ ટકા યુવાનોને હિંસક કે તેના જેવા અન્ય પિકચરો જોઈને તેની અસર મગજમાં રહે છે તે સ્વીકાયુ હતું.
શ્રધ્ધાકાંડમાં આરોપી આફતાબે વેબ સિરીઝ ડેકસટર પરથી દુષ્પ્રેરણા લીધી
દિલ્હીના ચકચારી શ્રધ્ધાકાંડમાં આરોપી આફતાબે ઘટના પહેલા અમેરિકન ક્રાઈમ શો ડેકસટર સહિત અનેક ક્રાઈમ ફિલ્મો અને શો જોયા હતા.જેના પરથી દુષ્પ્રેરણા લઇ શ્રદ્ધાની હત્યા કરી અને કરવતથી તેના શરીરના ૩૫ ટુકડા કરી નાખ્યા હતા. ૧૮ દિવસ સુધી દરરોજ રાત્રે ૨ વાગ્યે શ્રાદ્ધના ટુકડા જંગલમાં ફેંકી દીધા હતા.
વેબ સિરીઝ ફર્ઝીથી પ્રેરાઇ જાલીનોટ છાપવાનું શરૂ થયું
શાહિદ કપૂરની વેબ સિરીઝ ફર્ઝી આવી હતી.જેમાં તે પૈસા કમાવવા માટે શોર્ટકટ અપનાવી જાલીનોટ છાપવાનું શ કરી દે છે.આ સિરીઝથી દુષ્પ્રેરિત થયાની એકથી વધુ ઘટના બની. પુણેમાં ચીનથી ઓનલાઈન કરન્સી પ્રિન્ટીંગ કાગળો મંગાવીને ભારતીય ચલણની બનાવટી નોટો છાપવાનો એક સનસનાટીભર્યેા કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલામાંપોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી.જેઓ વેબ સીરિઝ ફર્ઝી જોઇ પ્રેરિત થયા હતાં. સુરેન્દ્રનગરમાં વઢવાણ નજીકથી જાલીનોટ સાથે એક શખસને પકડયો હતો.પોલીસ પુછતાછમાં વેબ સિરીઝ ફર્ઝી જોઈ તે ડુપ્લીકેટ નોટ છાપવા પ્રેરાયો હોવાનું સામે આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech