અમદાવાદમાં સર્જાયો તેવો ખ્યાતિકાંડ રાજકોટમાં પણ સર્જાઇ શકે તેમ છે, રાજકોટ શહેરમાં ૩૦૦૦થી વધુ હોસ્પિટલો, લેબોરેટરીઓ અને નાના મોટા દવાખાનાઓ કાર્યરત હોવાનો પ્રાથમિક અંદાજ છે, અલબત્ત રાજકોટ મહાપાલિકા કે આરોગ્ય શાખા પાસે તો આ અંગે કોઇ ડેટાબેઝ જ ઉપલબ્ધ નથી.રાજકોટ મહાપાલિકામાં આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ તરફથી હોસ્પિટલો સામે આવતી ફરિયાદો દર સાહે એક વખત સાંભળવામાં આવે છે પરંતુ ત્યારબાદ તે ફરિયાદો, ફરિયાદ અન્વયે કરાયેલી કાર્યવાહી અને દંડની વિગતો અકળ કારણોસર જાહેર કરાતી નથી. જો આ વિગતો જાહેર કરાય તો અનેક દર્દીઓ સાથે છેતરપિંડી થતી અટકી શકે તેમજ અન્ય દર્દીઓ આવી હોસ્પિટલમાં જવાનું ટાળે. અલબત્ત આ ફરિયાદો સાંભળવાની કામગીરી પણ સરકારના આરોગ્ય વિભાગના પરિપત્રિત આદેશ અન્વયે શ થઇ છે તે ઉલ્લેખનીય છે.
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દર સોમવારે વિકલી એપેડમિક રિપોર્ટ જાહેર કરે છે તેમાં રાજકોટ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં નોંધાયેલા કેસો ઉપરાંત શહેરની કોર્પેારેટ, ખાનગી અને ટ્રસ્ટની એવી ત્રીસેક હોસ્પિટલોમાંથી વિગતો મેળવી આકં જાહેર કરાય છે યારે રાજકોટમાં ૩૦૦૦ હોસ્પિટલો અને દવાખાનાઓ કાર્યરત છે ! એકંદરે રોગચાળાની સત્ય હકીકત કયારે સામે આવતી નથી. કયારેક તો મ્યુનિ.વિકલી એપેડમિક રિપોર્ટમાં જાહેર થતા કેસની આંકડાકીય વિગતો વાંચી ખાનગી તબીબો હસતા હસતા કહેતા હોય છે કે આટલા કેસ તો મારા એરિયામાં છે અને તેઓ મારી પાસે સારવાર લઇ રહ્યા છે. ફકત રોગચાળાના આકંડા જાહેર કરવાને જ પોતાની ડુટી માનતી આરોગ્ય શાખા અને સમગ્ર મહાપાલિકા તંત્રએ જન આરોગ્યના હિતમાં અનેક કામગીરી કરવાની હોય છે પણ રાજકોટમાં થતી નથી.
હોસ્પિટલોમાં મહાનગરપાલિકાએ આ છ ચેકિંગ કરવા આવશ્યક
રાજકોટ મહાપાલિકાના હદ વિસ્તારમાં કાર્યરત લગભગ દરેક હોસ્પિટલોમાં ફાર્મસી સ્ટોર હોય છે અને હોસ્પિટલ દ્રારા લખાતી દવાઓ તેના જ સ્ટોરમાંથી મળે તેવી મોનોપોલી હોય છે ત્યારે હોસ્પિટલે ફાર્મસી સ્ટોરના શોપ લાયસન્સ લીધું છે કે નહીં તેનું પણ કયારેય ચેકિંગ થતું નથી. જો થાય તો ઘણું શંકાસ્પદ મળી શકે છે.
રાજકોટ મહાપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ બ્રાન્ચ દ્રારા એકાદ વર્ષ પૂર્વે શહેરની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટી અને ફાયર એનઓસી અંગે દર સાહે નિયમિત ચેકિંગ કરવામાં આવતું હતું જે છેલ્લા છ મહિનાથી સદંતર બધં થઇ ગયું છે અને હવે કયારથી ફરી શ થશે તેની કોઇને ખબર નથી. જો કે, સો મણનો સવાલ એ છે કે, બધં શા માટે કરાયું?
રાજકોટની હોસ્પિટલોમાં પ્લાનથી વધારાનું બાંધકામ, ટેરેસ ઉપર ફાયબર ડોમ, માર્જિન પાકિગમાં તેમજ સેલરમાં બાંધકામ જોવા મળે છે. હોસ્પિટલોમાં બીયુપી અંગે કે વપરાશના પ્રકારમાં કરાયેલા હેતુફેર અંગે કયારેય ચેકિંગ થતું નથી. અમુક હોસ્પિટલોમાં તો પાકિગ પ્લેસમાં તબીબોના જ વાહન પાર્ક થાય છે દર્દીઓ કે તેમના પરિવારજનોને ત્યાં પાર્ક કરવાની મનાઇ હોય છે.
રાજકોટમાં મધ્યમવર્ગીય પરિવારના મકાન કે સામાન્ય વેપારીની દુકાનનો .૧૦ હજારનો વેરો બાકી હોય તો નોટિસ ફટકારતી મ્યુનિ.ટેકસ બ્રાન્ચ કયારેય હોસ્પિટલોના બાકી પ્રોપર્ટી ટેકસ તેમજ તેમાં ફરજ બજાવતા તબીબોના પ્રોફેશનલ ટેકસ અંગે ચેકિંગ કરતી નથી તે વાસ્તવિકતા છે. દર્દીઓ પાસેથી લાખો પિયા પડાવતી હોસ્પિટલો વેરો ભરવામાં ઠાગા ઠૈયાં કરતી હોય છે.
રાજકોટમાં કાર્યરત કોર્પેારેટ અને ખાનગી હોસ્પિટલો અનેક વખત જોખમી અને ચેપી બાયો મેડિકલ વેસ્ટનો જાહેર માર્ગેા ઉપર તેમજ મ્યુનિ.કચરાપેટી કે ટીપરવાનમાં કરતા ઝડપાઇ છે તેમ છતાં હાલમાં હોસ્પિટલોમાં બાયો મેડિકલ વેસ્ટના નિકાલની શું વ્યવસ્થા છે તેનું ચેકિંગ પણ બધં છે. જો ફરી ચેકિંગ શરૂ કરાય તો અનેક હોસ્પિટલો ઝડપાશે.
રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના કાર્યક્ષેત્ર હેઠળ આવતી અનેક હોસ્પિટલોમાં કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ હોય છે પરંતુ તે કેન્ટીનના ફડ લાયસન્સ મેળવ્યા છે કે લાયસન્સ વિના જ ધમધમે છે કે પછી તેની ફડ કવોલિટીનું ચેકિંગ કે સેમ્પલિંગ થતું નથી. કેન્ટીનમાં યોગ્ય વેન્ટીલેશન છે કે નહીં તેની પણ ચકાસણી કરાતી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech