રાજ્યમાં હત્યાના કિસ્સા સતત વધી રહ્યાં છે. ક્રૂર પિતાએ પોતાના જ સગા માસૂમ પુત્રની હત્યા કરી છે. ત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે, હળવદના ટીકર ગામે રણની ઢસીએ ઘરકંકાસને કારણે પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સગા પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા ઘરેથી ફરાર થઈ ગયો છે. પરંતુ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડયો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાનાં ટીકર ગામે રણની ઢસીએ પતિ-પત્નીના ઝઘડામા નાના બાળકની હત્યા કરી નાખતા રણકાંઠા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. બાળકના શરીર માથાનાં ભાગે ઇજાના નિશોનો જોવા મળી રહ્યા છે. ત્યારે બાળકના મોતથી મૃતક બાળક અરમાન ની માતા અમીનાબેન હોસ્પિટલ ખાતે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી. અને તેના પતિ અસગરભાઈ અનવરભાઈ માણેકએ જ પોતાના પુત્રને કુરતા પુર્વક મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, બાળકના મોતનુ સાચુ કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે. તેમજ ઘટનાની જાણ હળવદ પોલીસને થતા પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મીયાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. દીકરીના પિતાની એક જ માગ આ નરાધમને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી હતી. આગળની કાર્યવાહી હળવદ પીઆઈ ડી એમ ઢોલ તથા પીએસઆઈ કે એન જેઠવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ફોઈના ઘરે લગ્નમાંથી પરત આવીને ઝઘડો થતાં હેવાન પિતાએ માસૂમ બાળકને મોતને ઘાટ ઉતાર્યો
ઝઘડો શાંત પડે તે માટે દીકરીના પિતા એ દીકરીને પુત્રને સાથે લઈ જતા હતા ત્યારે અચાનક અસગરે લાવો મારો દીકરો કહીને દીકરાને લઈ જઈ મોતને ઘાટ ઉતારી ખાડામાં દાટવા જતા સમગ્ર ધટનાનો્ પડદા ફાસ્ટ ઙ્ખયો હતો. અગાઉથી જ પુત્રના પિતાએ અસગર એ બે ખાડા તૈયાર કરી રાખ્યા હોવાઙ્ગું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાના ગાંગડા ગામે હોટલમાં ચાલતી જુગાર ક્લબ દરોડા
November 15, 2024 10:05 AMપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech