સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું થશે વેચાણ: તા. 22 થી તા. 31 ઓગસ્ટ સુધી આયોજન
દેશમાં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) હેઠળ બહેનોના સ્વસહાય જૂથોની રચના કરી તેમનું ક્ષમતાવર્ધન, કૌશલ્ય, તાલીમ વિગેરે દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃતિઓ માટે પ્રોત્સાહન કરવામાં આવે છે. આ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓને સીધુ બજાર મળી રહે તે માટે વિવિધ મેળાઓ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને દ્વારકામાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. તે દરમ્યાન સ્વસહાય જૂથોની બહેનોને તેમના દ્વારા વેચાણ કરવામાં આવતી, ઉત્પાદન કરવામાં આવતી વસ્તુઓને સારુ માર્કેટ મળી રહે તે માટે ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના ગુજરાત લાઈવલી હૂડ પ્રમોશન કંપની લી. દ્વારા તા. 22 થી 31 ઓગસ્ટ દરમ્યાન દ્વારકામાં ચોપાટી રોડ પર આવેલા સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે વિશાળ પ્રાદેશિક 'સરસ મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળામાં સમગ્ર રાજ્યમાંથી 50 સ્વસહાય જૂથો દ્વારકા ખાતે મેળામાં સહભાગી થનાર છે. આ મેળાનો પ્રારંભ આજરોજ ગુરુવારે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech