પોરબંદરના રાણાવાવ નજીક આવેલ ઐતિહાસિક જાંબુવંતીની ગુફાએ આ વર્ષે રેકોર્ડબ્રેક પ્રમાણમાં રેતીના શિવલિંગ બની રહ્યા છે પરંતુ ગુફાના ઉપરના ભાગના વિસ્તારમાં વિકાસની ઘણી જરિયાત જણાઇ રહી છે.
પોરબંદરથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલ રાણાવાવ નજીકની પ્રાચીન જાંબુવંતીની ગુફા ઐતિહાસિક રીતે અનોખું મહત્વ ધરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબુવન વચ્ચે જ્યાં ૨૮ દિવસ સુધી લડાઈ થયાનું પુરાણમાં જણાવ્યું છે તેવા આ સ્થળે પાણીના ટપકતા ટીપા રેતી ઉપર પડે છે અને તેના કારણે કુદરતી રીતે શિવલિંગનું સર્જન થાય છે. ગુફાની અંદર પ્રવેશતા જ ભોલે બાબા અમરનાથની ગુફામાં ગયા હોય તેવી પ્રવાસીઓને અને ધાર્મિકજનોને અનુભૂતિ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ગુફાના વિકાસના દ્વાર ખુલ્યા હતા. વર્ષો પહેલા ગુફાની અંદર દર્શન કરવા જતા લોકો કેરોસીન વાળા દિવાને હાથમાં લઈને જતા હતા ત્યારબાદ લાઇટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને ધીમે ધીમે તેનો વિકાસ કરાવવામાં આવ્યો હતો. આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે તેના કારણે હજુ પણ ગુફાની અંદર પાણીના ટીપા ટપકી રહ્યા છે અને તેના કારણે રેકોર્ડ બ્રેક શિવલિંગના સર્જન થયા છે. હાલમાં દિવાળી અને નુતન વર્ષના પર્વ નિમિત્તે અહીંયા ફરવા અને દર્શન કરવા આવતા પ્રવાસીઓની સંખ્યા પણ વધતી જાય છે ત્યારે ગુફાના બહારના ભાગે કેટલાક વર્ષો પહેલાં પ્રવાસનધામ તરીકે વિકસાવવા માટે ધ્યાન ધરવાની કુટીરો અને તેની પાસે અવનવા લાઇટિંગ સાથે પાણી ભરાઈ રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ જતન અને જાળવણી કરવામાં આવ્યા નથી તેથી હાલમાં ઉપરના ભાગે પરિસ્થિતિ દયનીય બની ગઈ છે તેથી તંત્રએ આ મુદ્દે નક્કર કાર્યવાહી કરવી જરી બની છે.
પોરબંદર રેલ્વે સ્ટેશનથી ૧૭ કિમીના અંતરે, જાંબવન ગુફા એ ગુજરાતના પોરબંદર શહેર નજીક રાણાવાવ ખાતે આવેલી એક પ્રાચીન ગુફા છે. સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીની નજીક આવેલું, તે ગુજરાતના ઐતિહાસિક સ્થળોમાંનું એક છે અને પોરબંદરમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલા પર્યટન સ્થળોમાંનું એક છે.
જામ્બવંત ગુફા અથવા જામ્બુવંત કી ગુફા તરીકે પણ ઓળખાય છે, આ ગુફા યોદ્ધા જાંબુવનનું વિશ્રામ સ્થાન હતું, જેમણે હિન્દુ મહાકાવ્ય રામાયણ અને મહાભારત બંનેમાં પોતાની વિશેષ ભૂમિકા ભજવી હતી. એવું માનવામાં આવે છે કે આ તે સ્થાન છે જ્યાં ભગવાન કૃષ્ણ અને જાંબુવન ૨૮ દિવસ સુધી સ્યામંતક રત્ન માટે લડ્યા હતા. દંતકથા કહે છે કે સત્રાજિત શ્યામંતક નામના અમૂલ્ય રત્નનો ગર્વ ધરાવતો માલિક હતો જેમાં રહસ્યવાદી શક્તિઓ હતી. એકવાર તેનો ભાઈ પ્રસેન રત્ન પહેરીને શિકાર માટે જંગલોમાં નીકળ્યો અને સ્યામંતક મેળવવા સિંહે તેના પર હુમલો કર્યો. બાદમાં, જાંબુવન દ્વારા સિંહને મારી નાખવામાં આવે છે જે તેની પાસેથી કિંમતી પથ્થર લે છે અને તેની પુત્રીને આપે છે. બીજી બાજુ, સત્રાજિત ભગવાન કૃષ્ણ પર માત્ર રત્ન મેળવવા માટે તેના ભાઈની હત્યા કરવાનો આરોપ મૂકે છે. આ સાંભળીને ભગવાન કૃષ્ણ વાસ્તવિક હત્યારાની શોધમાં જાય છે અને અંતે જાંબુવનને શોધે છે જેની સાથે તે ૨૮ દિવસ સુધી યુદ્ધ કરે છે. ભગવાન કૃષ્ણ અને તેમની શક્તિઓને ઓળખીને, જાંબુવન લડાઈમાંથી ખસી જાય છે અને રત્ન અને તેની પુત્રીને ભગવાનને આપે છે.
જાંબુવન ગુફામાં ૫૦ થી વધુ શિવલિંગ છે જે કુદરતી રીતે બનેલા છે. મુખ્ય શિવલિંગ કુદરતી ગુફાની અંદર છે. ગુફાની છત પરથી પાણીના ટીપાં સતત ધોધમાર વરસાદમાં લિંગ ઉપરથી નીચે ટપકતા હોય છે, જે એક રસપ્રદ નજારો બનાવે છે. ગુફાની અંદર, ત્યાં એક ચોક્કસ સ્થળ છે જ્યાં જાંબુવને સ્યામંતક રત્ન આપ્યું હતું અને તેની પુત્રી જામ્બવતીને ભગવાન કૃષ્ણ સાથે લગ્ન માટે ભેટમાં આપી હતી. ઉપરાંત, ગુફાની અંદર બે ટનલ છે જ્યાંથી એક દ્વારકા તરફ અને બીજી જુનાગઢ તરફ દોરી જાય છે. ગુફાની બહાર ભગવાન રામનું મંદિર અને ગુ રામદાસજીની સમાધિ પણ જોઈ શકાય છે. દર વર્ષે આ સ્થળે મોટો મેળો ભરાય છે. ત્યારે આ ગુફાના ઉપરના ભાગે વિકાસ કરવા માટે સરકાર નકકર કાર્યવાહી કરે તે જરી બન્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech