હેમંત નાગિંદાસ પુરુષોત્તમદાસ મોદી (વૈષ્ણવ) છે, જે હાલમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયો છે. તેમની આખી વાર્તા કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી રોમાંચક અને ચોંકાવનારી છે.
વર્ષ 2005માં અમદાવાદના નરોડા વિસ્તારમાં નરેન્દ્ર ઉર્ફે નૈનો યશવંત કાંબલે નામના વ્યક્તિની ઘાતકી હત્યા થઈ હતી. આ મર્ડર કેસમાં હેમંત મોદી મુખ્ય આરોપી હતો.વર્ષ 2008માં કોર્ટે તેને દોષિત જાહેર કરીને આજીવન કેદ (ઉમરકેદ) ની સજા ફટકારી હતી અને તેને મહેસાણા જેલમાં મોકલી દેવાયો હતો. ૧૨ વર્ષ સુધી 'પેરોલ જમ્પર' થઈને ફિલ્મોમાં કામ કર્યું વર્ષ 2014માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેને 30 દિવસના જામીન મળ્યા હતા. પરંતુ પેરોલનો સમય પૂરો થયા પછી તે જેલમાં પાછો ફર્યો નહીં અને 25 જુલાઈ 2014ના રોજ પોલીસ ચોપડે ફરાર ગુનેગાર જાહેર કરાયો.ફરાર થયા બાદ તેણે પોતાના પરિવાર, મિત્રો અને પત્ની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. તેણે સોશિયલ મીડિયા કે કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની હાજરી ન રાખી જેથી પોલીસ તેને ટ્રેક ન કરી શકે. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે 'સ્પંદન મોદી' અને 'ટ્વિંકલ મુકુંદ દવે' જેવા નકલી નામો ધારણ કર્યા અને નાટકો તેમજ ફિલ્મોમાં સાઇડ એક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. હેમંત મોદીએ એક દાયકા (12 વર્ષ) સુધી પોલીસની નજર સામે જ મોટી-મોટી ફિલ્મોમાં સહ-કલાકાર તરીકે ભૂમિકાઓ ભજવી, જેમાં મોટા સ્ટાર્સ અમિતાભ બચ્ચન, આમિર ખાન, રણવીર સિંહ, સન્ની દેઓલ અને સાઉથના સુપરસ્ટાર મોહનલાલ જેવા દિગ્ગજો સાથે સ્ક્રીન શેર કરી.
તેણે 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન', 'જયેશભાઈ જોરદાર', અને મોહનલાલની 'L2: એમ્પુરાન અને સન્ની દેઓલની 'લાહોર 1947' માં પણ જોવા મળ્યો હતો.તેણે ઇમરાન હાશ્મી સાથેની 'તસ્કરી' નામની વેબ સિરીઝ અને લોકપ્રિય ટીવી શો 'વાગ્લે કી દુનિયા' માં પણ કામ કર્યું હતું. તેણે 'સમંદર', 'મુખી', '53 મુ પાનું', 'લવ યુ બા' અને 'દરિયા કિનારે બંગલો' જેવી ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ નાની-મોટી ભૂમિકાઓ ભજવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હેમંત મોદી મૂળ અમદાવાદનો જ રહેવાસી હોવાથી વર્ષ 2025-26 દરમિયાન તે અમદાવાદ પાછો આવ્યો હતો. અહીં કોઈ પરિચિત વ્યક્તિએ તેને ઓળખી કાઢ્યો અને પોલીસને ગુપ્ત માહિતી આપી દીધી.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘી કાંટા મેટ્રો સ્ટેશન નજીકથી તેની ધરપકડ કરી લીધી છે. જ્યારે પોલીસે જેલના જૂના રેકોર્ડ સાથે તેના ફિંગરપ્રિન્ટ્સ અને શારીરિક ચિહ્નો સરખાવ્યા ત્યારે તેની અસલી ઓળખ છતી થઈ અને આખરે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. આ રીતે ૧૨ વર્ષ સુધી કેમેરાની સામે છુપાયેલા રહેલા આ 'રીલ લાઈફ એક્ટર'ની 'રિયલ લાઈફ' ગુનાની કહાનીનો અંત આવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application