દુષ્કર્મ પીડિતાને આરોપીના બાળકને જન્મ આપવાની ફરજ ન પાડી શકાય

  • May 07, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દુષ્કર્મ પીડિતાના પક્ષમાં એક મોટો ચુકાદો જાહેર કરતાં કેરળ હાઈકોર્ટે એવું કહ્યું કે રેપ પીડિતાને બળાત્કારીના બાળકને જન્મ આપવાની ફરજ ન પાડી શકાય. બાળકને જન્મ આપવો કે નહીં? તેનો નિર્ણય કરવાનો અધિકાર ફકત પીડિતાનો છે. હાઈકોર્ટે કહ્યું કે બળાત્કારનો ભોગ બનેલી યુવતીને ગર્ભપાત કરાવવાની મંજૂરી ન આપવી એ તેને સન્માનપૂર્વક જીવવાના અધિકારથી વંચિત રાખવા જેવું છે. હાઈકોર્ટે કડક શબ્દોમાં ટકોર કરી હતી કે, બળાત્કારીના બાળકને જન્મ આપવા માટે કોઈ પણ મહિલાને દબાણ કરી શકાય નહીં. ચુકાદો જાહેર કરતાં કોર્ટે પીડિતાને ૨૮ અઠવાડિયાના ગર્ભની ગર્ભપાતની મંજૂરી આપી હતી. કાયદામાં ૨૪ અઠવાડિયા સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી છે

શું બની હતી ઘટના
આ કેસમાં પીડિતા જ૯મા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે ૧૯ વર્ષના તેના બોયફ્રેન્ડએ તેની સાથે રેપ કર્યેા હતો જેને કારણે તે ગર્ભવતી બની હતી. હાઈકોર્ટમાં આ કેસ ચાલ્યો હતો ત્યારે એવો ચુકાદો આવ્યો કે પીડિતાને રેપિસ્ટના બાળકનો જન્મ આપવાનું દબાણ ન કરી શકાય


શું બોલ્યાં જસ્ટીસ
જસ્ટિસ કૌસર એડાપ્પાગથે જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેન્સી એકટ (એમટીપી એકટ)ની જોગવાઇઓ અનુસાર બળાત્કારનો ભોગ બનેલી પીડિતાને બળાત્કારીના બાળકને જન્મ આપવા માટે દબાણ ન કરી શકાય. જો મહિલાને બાળકને છોડવા માટે મજબૂર કરવામાં આવે તો તે તેની સાથે બીજો મોટો આઘાત હોઈ શકે છે, જેને તે જીવનભર ભૂલી નહીં શકે. જો ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી ગર્ભવતી મહિલાના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે, તો ગર્ભાવસ્થા સમા કરી શકાય છે. જો ગર્ભાવસ્થા બળાત્કારનું પરિણામ હોય તો ગર્ભાવસ્થાને કારણે થતી પીડાને ગર્ભવતી મહિલાના માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન માનવામાં આવશે. તેથી બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ તેના પર જાતીય હત્પમલો કરનાર વ્યકિતના બાળકને જન્મ આપવા માટે દબાણ કરી શકાતું નથી

શું છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી
મેંડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી કાયદામાં ૨૪ અઠવાડિયા સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી છે તે પછીની ગર્ભના ગર્ભપાતની મંજૂરી નથી. ૨૪ અઠવાડિયા બાદના ગર્ભપાતને ગેરકાયદેસર ગણાય છે.પરંતુ આ કિસ્સામાં કેરલ હાઈકોર્ટે ૨૮ અઠવાડિયાના ગર્ભની ગર્ભપાતની મંજૂરી આપી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application