રૈયારોડ પર યાસીન કચરાના મકાનમાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો

  • September 26, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રૈયા રોડ પર સુભાષનગર મફતિયાપરા વિસ્તારમાં રહેતા યાસીન કચરા નામના શખસના મકાનમાં એલસીબી ઝોન–૨ ની ટીમે દરોડો પાડી અહીં ચાલી રહેલી દાની મહેફિલ ઝડપી પાડી હતી. પોલીસે અહીં મદીરાપાન કરી રહેલા ચાર શખસોને ઝડપી લઇ દાના ત્રણ ચપલા, બાઈટીંગ, ચાર ગ્લાસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. મદિરાપાન કરી રહેલા આ શખસોના મિત્રનો બર્થ ડે હોય જેથી તેઓ અહીં પાર્ટી મનાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ દાની બોટલ કોની પાસેથી લાવ્યા હતા? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એલસીબી ઝોન–૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ ગોહિલ, રાહત્પલભાઈ ગોહેલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે રાત્રિના રૈયા રોડ પર સુભાષનગર મફતિયાપરા શેરી નંબર ૮ માં રહેતા યાસીન મહેબુબભાઇ કચરા (ઉ.વ ૩૦) ના મકાનમાં દરોડો પાડી અહીં ચાલી રહેલી દાની મહેફિલ ઝડપી પાડી હતી.
પોલીસે અહીં મદિરાપાન કરી રહેલા યાસીન કચરા ઉપરાંત તેના મિત્ર ઇમરાન સલીમભાઈ કારિયાણી(ઉ.વ ૩૪ રહે. રામનગર શેરી નંબર ૩), અલ્તાફ ઇલ્યાસભાઈ કારિયાણી (ઉ.વ ૪૬ રહે.નહેનગર શેરી નંબર ૪) અને સદામ સુલતાનભાઈ સલોટ(ઉ.વ ૩૦ રહે. રામનાથપરા શેરી નંબર ૧૭)ને ઝડપી લીધા હતા. પોલીસે અહીંથી દાના ત્રણ ચપલા, ચવાણાના પેકેટ, ચાર ગ્લાસ સહિતના મુદ્દામાલ કબજે કર્યેા હતો.
આરોપીઓના મિત્રનો બર્થ ડે હોય જેથી તેઓ અહીં દા પીવા બેઠા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. આરોપીઓ દા કોની પાસેથી લાવ્યા હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ આ મામલે ગાંધીગ્રામ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application