ગુજરાતને શર્મસાર કરતી ઘટના હોસ્પિટલોમાં થતી હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ખળભળાટ મચી ગયો છે. મહિલાઓના ચેકઅપના વીડિયોને યુ-ટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બનાવી બતાવવાના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. સગર્ભાના ચેકઅપના વીડિયો યુ-ટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલનું સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને રૂપિયા કમાવવાના ગોરખધંધાનો પણ પર્દાફાશ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ હોસ્પિટલના ડોક્ટર અમિત અકબરીએ પણ મીડિયા સમક્ષ સ્વીકાર કર્યો છે કે, હા આ વીડિયો અમારી હોસ્પિટલના છે. વીડિયો કઈ રીતે વાઇરલ થયા એ અમને ખબર નથી. જ્યારે હોસ્પિટલના સંચાલકો લૂલો બચાવ કરી ભાગી રહ્યા છે.
આ વીડિયો દેશની અલગ અલગ હોસ્પિટલના છે જેમાં દક્ષિણ ભારતની કેટલીક હોસ્પિટલના વીડિયો છે. ગુજરાતની પણ ઘણી હોસ્પિટલોના વીડિયો હોવાનું સામે આવ્યું છે. હાલ તો રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના કેટલાક વીડિયો હોવાનું સામે આવ્યું છે. હજુ કેટલી હોસ્પિટલની આમાં સંડોવણી ખુલશે એ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
આ ઘટનાને લીધે હાહાકાર મચી ગયો
ડોક્ટર દર્દીઓ માટે ભગવાનનું બીજું રૂપ હોય છે. જ્યાં દર્દી અને તેના પરિવારજનો ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે. ત્યારે ગુજરાતમાં મહિલા દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટની 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં આ અધમ કૃત્ય સામે આવ્યું છે. સગર્ભાના ચેકઅપના સીસીટીવી આ હોસ્પિટલમાંથી વાઇરલ થયા છે. વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટનાને લીધે હાહાકાર મચી ગયો છે.
માત્ર 999 રૂપિયામાં મેમ્બરશિપ વેચાતી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર કેટલાક લોકો 999 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને આ વીડિયો બતાવી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર 15 જેટલા ગ્રુપ બનાવવામાં આવ્યા છે જેમાં 5 હજારથી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. અલગ અલગ ચેકઅપના ફોલ્ડર બનાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર , બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપ સહિતના વીડિયો ઉપલબ્ધ છે. આ ફોલ્ડરમાં બાળક જન્મનાં 50, એક્સ-રે નાં 250થી વધુ, ઈન્જેક્શનનાં 250થી વધુ અને ગાયનેક તપાસનાં 2500થી વધુ વીડિયો ક્લીપ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે.
આઇપી એડ્રેસ ટ્રેસ કરી લીંક સુધી પહોંચવામાં આવશે
પ્રાપ્ત વિગત મુજબ, મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર, બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપના સીસીટીવી ફૂટેજના 5 હજારથી વધુ વીડિયો સોશિયલ મીડિયા ચેનલો, ટેલિગ્રામ, યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે. જે મહિલા દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી આ ઘટનાથી હાહાકાર મચી જવા પામ્યો છે. હાલમાં મેઘા એમબીબીએસ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ ચાલુ છે. આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ તપાસ કરી રહી છે. સાઇબર ક્રાઇમ આઇટી એક્ટ 66 E અને 67 કલમ હેઠળ ગુનો નોંધશે. આઇપી એડ્રેસ ટ્રેસ કરી લીંક સુધી પહોંચવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech