લીમડી રાજકોટ હાઇવે ઉપર ચોટીલા નજીકની ગાંધીનગર પુરવઠા વિભાગનાં ખાનગી રાહે દરોડાની કાર્યવાહી હાથ ધરતા બે હોટલમાં ડીઝલ જેવા વલનશીલ પ્રવાહીનો હજારો લીટર જથ્થો મળી આવતા નમુના લઇ સીલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાતા ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ રાજકોટ લીમડી નેશનલ હાઈવે પર અનેક ઠેકાણે વાહનોમાં ઇધણ સ્વપે ગે. કા ડીઝલ જેવા કેમીકલનો વેપાર કેટલીક હોટલોની આડાશમાં ચાલતો કેટલાક વિભાગોની રહેમરાહે ચાલતો હોવાની રાવ ગાંધીનગર સુધી પહોંચતા સરકારનાં અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્રારા ખાનગી રાહે ક્રોસ ટીમ બનાવી તપાસનાં આદેશ કરાયેલ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
જેમા મદદનીશ નિયામક ગાંધીનગર, જામનગર જિલ્લ ાના પુરવઠા અધિકારી, પાલનપુરના ડીવાયએસપી સહિતનાં કાફલાએ ખાનગી રાહે બાતમી મેળવી ચોટીલા નજીકની રાજકોટ હાઇવે ઉપર આવેલ ખુશ્બુ હોટલ અને પટના બિહાર ઉપર છાપો મારી સ્થાનિક મામલતદાર ને સાથે રાખી ત્રણ ચાર કલાકની જહેમત બાદ આશરે પાચ હજાર લીટર વલનશીલ ડીઝલ જેવા પ્રવાહીનો જથ્થો અન્ડર ગ્રાઉન્ડ ટાકાઓમાંથી મળી આવતા તેને સિઝર કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંથકમાં ચાલતી ચર્ચા મુજબ ચોટીલા હાઇવે ઉપર અનેક ઠેકાણે વાહનોમાં ખાનગીમાં ઇધણ પે ભરી દેવાનો વેપલો કેટલાક વિભાગોની હાની ગોઠવણ નિચે ચાલતો હોવાનું કહેવાય છે. દરોડા દરમ્યાન મળી આવેલ પ્રવાહીનાં નમુના લઇ સીલ મારવાની કાર્યવાહી કરતા આવા ધંધા સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech