છોટાહાથી વાહનમાંથી રૂ.૨.૭૩ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો: ૫.૩૩ લાખનો મુદામાલ કબજે

  • March 08, 2025 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફે જેતપુર ખીરસરા રોડ પર છોટાહાથીમાંથી રૂ.૨.૭૩ લાખની કિંમતનો ૧૮૨૪ દારૂના ચપલાનો જથ્થો ઝડપી લીધો હતો.દારૂનો જથ્થો અને બે વાહન સહિત પોલીસે રૂ.૫.૩૩ લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ડિવાઇસ રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ એ.એમ. હેરમા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે જેતપુરમાં ખીરસરા રોડ પર એક છોટા હાથી અને એકટિવા શંકાસ્પદ હાલતમાં પડ્યું હોય પોલીસે તેમાં તપાસ કરતા વાહનમાંથી રૂપિયા 2,73,600 ની કિંમતના 1824 દારૂના ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો આ જથ્થો, છોટાહાથી અને એકટીવા સહિત કુલ રૂપિયા 5.33 લાખનો મુદ્દામાલ કબજે કરી છોટા હાથી નંબર જીજે 32 ટી 4966 અને એકટિવા નંબર જીજે 3 એલક્યુ 4526 ના ચાલક સામે ગુનો નોંધી બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

દારૂના અન્ય દરોડામાં માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે આંબેડકરનગર શેરી નંબર 14 નાગરાજ પાનવાળી શેરીમાંથી મયુર જમનાદાસભાઈ પુરાણીના મકાનમાં દરોડો પાડી અહીંથી દારૂની ૧૨ બોટલ અને 133 ચપલા સહિત કુલ રૂપિયા 15,300 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે બુટલેગર હાજર મળી આવ્યો ન હતો. બી ડિવિઝન પોલીસે પેડક રોડ પર પારૂલ બગીચાની સામેના રોડ પરથી વિવેક અશોકભાઈ વાઘેલા(ઉ.વ 25 રહે. પાંજરાપોળ)ને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application