ભોળાદ ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

  • January 30, 2024 08:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરના સિહોર નજીકથી પોલીસે બાતમીના આધારે ભોળાડ ગામે બાવળની કાંટમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી.લીધો હતો. સિહોર પોલીસને મળેલી બાતમીના આધારે.તપાસ કરાતા સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો નંગ ૨૨૦૪ મળી કુલ રૂપિયા ૨.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જોકે આરોપીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.


આ બનાવ અંગે સિહોર પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર સિહોર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે સિહોરનાં ભોળાદ ગામની સીમમાં આવેલ બાવળની કાંટમાં વિદેશી દારૂ સિહર પોલીસે રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો ઉતારનાર શખ્સ ફરાર થઈ ગયો હતો. સિહોર પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમીના આધારે ભોળાદની સિમમાં મનીષ ઉર્ફે મૂકો રઘુભાઇ ઉર્ફે રાઘવભાઈ રાઠોડ (રહે.ઉડાવી)એ બાવળની કાંટમાં વિદેશી દારૂ રાખ્યો હોવાની માહિતીના મળી હતી. જે બાતમીના આઘારે સ્થળ પર જઈ રેડ કરતા શખ્સ મનીષ ઉર્ફે મૂકો નાસી છૂટ્યો હતો. જ્યારે પોલીસની.રેડ દરમિયાનમાં તલાસી લેતા વિદેશી દારૂની બોટલ નંગ ૨૨૦૪ મળી આવી હતી. બનાવ મામલે સિહોર પોલીસે વિદેશી દારૂની બોટલો અને મોબાઈલ મળી કુલ રૂ.૨,૮૭,૮૦૦ નો મુદ્દા માલ કબજે કરાયો હતો. જ્યારે નાસી છૂટેલા શખ્સ મનિષ ઉર્ફે મૂકો રાઠોડ નામના શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરી ઝડપી લેવા ધોરણસરની.કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application