૧૮ બોટલ અને એકસેસ બાઇક મળી ૫૯ હજારનો મુદામાલ કબ્જે
જામનગરના નુરી ચોકડી વિસ્તારમાં સીટી-એ ડીવીઝને વિદેશી દારુની ૧૮ બોટલ સાથે બે શખ્સને દબોચી લીધા હતા, દારુ અને એકસેસ બાઇક મળી ૫૯ હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી જુગાર શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન પીઆઇ એન.એ. ચાવડાની સુચનાથી સર્વેલન્સ સ્કોડના માણસો પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સર્વેલન્સ સ્કોડના પો.કોન્સ વિક્રમસિંહ જાડેજા, પો.હેડ કોન્સ રવીરાજસિંહ જાડેજાને ચોકકસ રાહે બાતમી મળેલ કે કાલાવડનાકા તરફથી એક મોટરસાયકલ નં. જીજે૧૦ડીએલ-૦૦૯૧ લઇને બે ઇસમો વિદેરી દારુની બોટલો રાખી હેરફેર તથા વેચાણ કરવા નીકળવાના છે.
જે હકીકત આધારે નુરી ચોકડી નુરીપાર્ક પાસે એકસેસ મોટરસાયકલની વોચમા હતા દરમ્યાન બે ઇસમોને પોતાના કબ્જાની મોટરસાયકલમાં દારુની ૧૮ બોટલ કિ. ૯૦૦૦, એકસેસ બાઇક કિ. ૫૦૦૦૦ મળી કુલ ૫૯ હજારના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન કિશાન ચોક પાસે, શાલીમાર હોટલવાળી ગલીમાં રહેતા આરોપી નાજીર હાસમ ખફી (ઉ.વ.૨૬), ફૈઝલ હસન આરબ રહે. ઘાંચીવાડ, ઘાંચીની ખડકી પાસે જામનગરવાળાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
***
ભાટીયામાં ઓફિસમાં છુપાવીને રાખવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે ઝબ્બે: ઓફિસ માલિક સહિત બે શખ્સો ફરાર
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે ફોરેસ્ટ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ભાટીયા ગામના રહીશ રામ નાથાભાઈ ગઢવી નામના એક શખ્સની ઓફિસમાં વિદેશી દારૂ હોવા અંગેની માહિતી સ્થાનિક પોલીસને મળતા રાત્રિના સમયે કલ્યાણપુર પોલીસ દ્વારા આ સ્થળે ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્થળેથી પોલીસે રૂપિયા ૧૪,૦૦૦ ની કિંમતની ૩૫ બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા ૯,૦૦૦ ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂ. ૨૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે ભાટીયા ગામના ગઢવી રાણશી ઉર્ફે અભય ખેરાજ વરમલ (ઉ.વ. ૨૩) અને આ જ ગામના રામ ભારૂ બઢા (ઉ.વ. ૨૫) નામના બે ગઢવી યુવાનોને ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે ભાટીયાના રામ નાથા ગઢવી અને રાણપર ગામના વીરા ભાયા રબારીની સંડોવણી પણ જાહેર કરી, આ બંને શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ઝડપાયેલા રાણશી ઉર્ફે અભય વરમલ અને રામ ભારૂ બઢા નામના બે શખ્સો સામે પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
***
કલ્યાણપુર નજીક વિદેશી દારૂ સાથે અડવાણાનો શખ્સ ઝડપાયો
કલ્યાણપુરથી આશરે ૨૫ કિલોમીટર દૂર નગડીયા ગામના પાટીયા પાસેથી પોલીસે પોરબંદર તાલુકાના અડવાણા ગામના વનરાજ કુરજીભાઈ ખાણધર નામના ૩૦ વર્ષના શખ્સને વિદેશી દારૂની ત્રણ બોટલ, એક મોબાઈલ ફોન તથા બુલેટ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૩૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં અડવાણા ગામના રાયમલ લખા રબારીનું નામ ફરારી તરીકે જાહેર થયું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે પ્રોહી. એક્ટ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.
***
જામનગરમાં વ્હીસ્કીની પાંચ બોટલ સાથે એક શખ્સની ધરપકડ
જામનગરના હીરજી મીસ્ત્રી રોડ પરથી એક શખ્સને ઇંગ્લીશ દાની પાંચ બોટલ સાથે સીટી-એ પોલીસે પકડી લીધો હતો.
જામનગરના દિ.પ્લોટ-૫૮ બાળકોના સ્મશાન પાસે રહેતા મહેન્દ્ર મંગલદાસ માવ (ઉ.વ.૪૨) નામના શખ્સને વ્હીસ્કીની ૫ બોટલ સાથે હીરજી મીસ્ત્રી રોડ, એફીલ ટાવર નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો અને દા કયાથી મેળવ્યો એ અંગે પુછતાછ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech