ખંભાળિયા નજીક ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

  • July 25, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂ. 15.26 લાખનો મુદ્દામાલ કબજે



ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં જિલ્લા પંચાયત નજીકથી પસાર થઈ રહેલા જી.જે. 37 ટી. 6329 નંબરના ટ્રકને અટકાવીને પોલીસે ચેકિંગ કરતા આ ટ્રકમાં છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની 26 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા 16,110 ની કિંમતના દારૂ તેમજ રૂ. 10,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 15 લાખની કિંમતના ટ્રક મળી, કુલ રૂ. 15,26,110 ના મુદ્દામાલ સાથે દ્વારકાના રહીશ ડાડુભા લાલાભા માણેક (ઉ.વ. 35) અને ભરત અરવિંદ ધાયાણી (ઉ.વ. 32) ને ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.


અન્ય એક કાર્યવાહીમાં ખંભાળિયામાં નવા નાકા વિસ્તારમાં રહેતા રાકેશ ગોવિંદ રાઠોડ અને ધીરજ ડાયા રાઠોડ નામના બે શખ્સોને પોલીસે રૂપિયા 11,200 ની કિંમતની વિદેશી દારૂની 28 બોટલ સાથે ઝડપી લઇ, ધોરણસર ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application