ઉતરાણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે જીવલેણ ચાઈનીઝ ફિરકીના વેચાણ સામે પોલીસે લાલ આખં કરી છે. ગોંડલમાં નાની બજાર વિસ્તારમાં દુકાનમાંથી પોલીસે પિયા ૧.૦૨ લાખની કિંમતનો ૬૧૮ નગં ચાઈનીઝ ફીરકીનો જથ્થો કબજે કર્યેા હતો. પોલીસે ચાઈનીઝ ફીરકીનું વેચાણ કરનાર ધંધાર્થી સામે જાહેરનામા ભગં અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવાળા હિમકરસિંહની સૂચનાના પગલે આગામી ઉતરાયણ પર્વ અનુસંધાને જિલ્લામાં ચાઈનીઝ દોરાનો સંગ્રહ તથા વેચાણ કરનારને શોધી કાઢી તેમની સામે ગુના નોંધવા માટે પોલીસ સર્તક હોય દરમિયાન ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ મથકના પીઆઇ એ.સી.ડામોરની રાહબરીમાં પીએસઆઇ વી.જે.જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.આ સમયે કોન્સ. ભાવેશભાઈ સાસીયા, રણજીતભાઈ બોરડને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે ગોંડલમાં નાની બજાર આંબલી શેરીમાં ગોવર્ધન કોમ્પ્લેકસમાં ઉપરના માળે આવેલી દુકાનમાં દરોડો પાડો હતો.
પોલીસે અહીં દુકાનમાં તપાસ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દુકાનમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મોનો સ્કાય અને મોનો ફિલ્ડ ગોલ્ડ કંપનીની ૫૦૦ મીટરની કુલ ૬૮૧ નગં ફીરકી કિંમત ૧,૦૨,૧૫૦ નો જથ્થો કબજે કર્યેા હતો. પોલીસે અહીં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર ધંધાર્થી હનીફ ઓસમાણભાઈ નાલબધં (રહે. ભગવતપરા ગેટ વાળી શેરી, ગોંડલ) સામે જાહેરનામા ભગં અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, મહેન્દ્રભાઈ વાળા, કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા, હરેશભાઈ લુણી સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech