મોટી સંખ્યામાં ભાવિકોએ પૂજન-દર્શન સાથે લોકમેળામાં ઉમટયા
યાત્રાધામ દ્વારકામાં મહાશિવરાત્રિના પાવન પર્વે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલા ભડકેશ્વર મહાદેવના પૌરાણિક શિવાલયે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય લોકમેળો પણ યોજાયો હતો. વહેલી સવારના ચાર વાગ્યાથી ભાવિકો મંદિરે પહોંચી દૂગ્ધાભિષેક, જળાભિષેક, તીર્થજલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ઘુઘવતા અરબી સમુદ્રની વચ્ચે શોભાયમાન આ શિવાલય ધર્મનગરી દ્વારકામાં અનોખું મહત્વ ધરાવે છે.
વહેલી સવારથી વિવિધ ધાર્મિક ઉત્સવો યોજાયા હતા જેમાં સવારે 4 થી 6 સુધી દૂગ્ધાભિષેક, જલાભિષેક, તીર્થજલ અભિષેક, બિલ્વપત્ર સહિત પૂજા-અર્ચના ભાવિકો દ્વારા કરાઇ હતી. બપોરે 12 કલાકે ભાંગની આરતી, ભોગ અર્પણ કરાયા હતા. બપોરે 3 થી રાત્રિના 9 વાગ્યા સુધી વિશેષ પુષ્પ શૃંગારના દર્શન યોજાયા હતાં. સાંજે 7 કલાકે સંધ્યા આરતી બાદ રાત્રે 12 કલાકે નગારા ઝાલર સાથે શિવરાત્રિ વિશેષ ઉત્સવ મહાઆરતી થઇ હતી.
મારૂતિનંદન મંદિરે શિવ શૃંગાર
મહાશિવરાત્રિ પર્વે દ્વારકાના પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરે દેવાધિદેવને દિવ્ય પુષ્પ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા. પરિસરમાં બિરાજતાં મારૂતિ નંદન હનુમાનજી મંદિરે હનુમાનજીના સ્વરૂપને શિવ શૃંગાર કરવામાં આવ્યા હતા. પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરના મારૂતિનંદન મંદિરે બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિલ્ડીંગ પરથી પટકાઈ પડતા પરપ્રાંતિય બાળાનું કરુણ મોત
May 08, 2025 10:41 AMજામનગર ખાતે નિઃશુલ્ક સેવાયજ્ઞનું આયોજન
May 08, 2025 10:38 AMજામનગર નજીક કારમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ઝડપાયુ : ૩ બુકી પકડાયા
May 08, 2025 10:33 AMજામનગર LCB પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ શખ્સો સામે કરી કાર્યવાહી
May 08, 2025 10:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech