ધ્રોલમાં મોબાઇલ કંપનીના ટાવર દ્વારા તોડી નાખવામાં આવેલ બ્લોક રીપેર કરવા રજૂઆત

  • November 29, 2024 01:28 PM 

ધ્રોલ વોર્ડ નંબર ૩ માં મોરબીના નાકા થી ચાર ચોક થી લઈ ખત્રી નો ચોરો અને ખત્રીના ચોરાથી વાછરા દાદા ના મંદિર સુધી મોબાઈલ ટાવરની ખાનગી કંપની દ્વારા નગરપાલિકા દ્વારા જે પેવર બ્લોક કામ થયેલ હોય તે તોડી નાખવામાં આવેલ હોય આ બાબતમાં અનેક વખત નગરપાલિકા ચીફ ઓફિસરને મૌખિક અમારા દ્વારા રજૂઆત કરવામાં આવેલ મોબાઈલ ટાવર કંપની બ્લોક રીપેર ન થતા અવારનવાર અકસ્માત થતા રહ્યા છે અને અહીં સ્થાનિક લોકોને કાયમી હાલાકી ભોગવવી પડે છે જ્યારે મોબાઈલ કંપની દ્વારા કામ ચાલુ હતું ત્યારે મારા દ્વારા કોન્ટ્રાક્ટરને કામ બંધ કરાવેલ ત્યારે નગરપાલિકામાં ત્યારે ચીફ ઓફિસર દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે કામ પૂર્ણ થયાની બાદ તાત્કાલિક અસરથી આ રસ્તો રીપેર કરી આપવામાં આવશે એવી બાહેધરી ચીફ ઓફિસર દ્વારા માપવામાં આવી હતી.તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા પણ બાહેધરી આપવામાં આવેલી હોય પરંતુ આજ દિવસ સુધી આ પેવર બ્લોક રીપેર ન થતા સ્થાનિક ખૂબ હાલાકી ભોગવી પડતી હોય તો તાત્કાલિક અસરથી આ બ્લોકનું રી ફિટિંગ કરી અને લેવેલિંગ કરી અને યોગ્ય રીતે મરામત કરી તાત્કાલિક અસરથી રીપેરીંગ કરાવી આપવા રજૂઆત  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application