મુસાફરી દરમિયાન મુસાફરો ઘણીવાર ફ્લાઇટમાં સમય પસાર કરવા માટે મૂવી જોવાનું પસંદ કરે છે. જોકે જાપાન જઈ રહેલા મુસાફરો માટે ફ્લાઈટમાં ચાલી રહેલી આ ફિલ્મ તેમના માટે આફત સમાન બની ગઈ હતી. સિડની ઓસ્ટ્રેલિયાથી હાનેડા, જાપાન જતી ક્વાન્ટાસ ફ્લાઇટના મુસાફરોને આઘાત લાગ્યો હતો. જ્યારે તકનીકી ખામીને કારણે તમામ ઇન-ફ્લાઇટ સ્ક્રીનો પર પોર્નોગ્રાફિક ફિલ્મ ચાલી રહી હતી. આ ઘટના ફ્લાઇટ ક્યુએફ59 માં બની હતી. જેમાં વધુ મુશ્કેલી એ મુસાફરોને થઇ જે બાળકો સાથે મુસાફરી કરી રહ્યા હતા. 2023ની ફિલ્મ ’ડેડિયો’ ફ્લાઈટમાં શરુ થઇ ગઈ હતી અને તેને બંધ કરવા માટે કોઈ પણ વિકલ્પ ન હતો.
ડાકોટા જ્હોન્સન અને સીન પેન અભિનીત આ આર-રેટેડ ફિલ્મમાં જાતીય સામગ્રી અને નગ્નતાના કેટલાક દ્રશ્યો છે. આર - એટલે કે પ્રતિબંધિત શ્રેણીનું પ્રમાણપત્ર તે ફિલ્મોને આપવામાં આવે છે. જેમાં એડલ્ટ ક્ધટેન્ટ હોય છે અને 17 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પરિવાર વિના જોવા માટે પ્રતિબંધિત છે. એક પ્રવાસીએ રેડિટ પર તેના અનુભવ વિશે લખ્યું હતું કે વોલ્યુમ ડાઉન કરવું અથવા તેને બંધ કરવું અશક્ય હતું. સૌથી ખરાબ વાત એ હતી કે ફિલ્મ અત્યંત પોર્નોગ્રાફિક હતી. તેણે કહ્યું કે તેને બીજી ફિલ્મ બદલવામાં લગભગ એક કલાક લાગ્યો. અન્ય એક મુસાફરે કહ્યું કે તે દરેક માટે ખૂબ જ અસ્વસ્થતાભર્યું હતું, ખાસ કરીને વિમાનમાં સવાર પરિવારો અને બાળકો માટે.
કંપ્નીએ ઘટનાનો સ્વીકાર કર્યો અને કહ્યું કે ઇન-ફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે મુસાફરો વ્યક્તિગત મૂવી પસંદ કરી શક્યા ન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, એરલાઈને કહ્યું કે ક્રૂ મેમ્બરોએ મુસાફરોને તેમની મનપસંદ મૂવી વિશે પૂછીને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે ખબર પડી કે ફિલ્મ તમામ દર્શકો માટે યોગ્ય નથી, ત્યારે ક્રૂ મેમ્બરોએ મુસાફરોની સ્ક્રીનને ઠીક કરવાનો પ્રયાસ કર્યો. આપેલા નિવેદનમાં, ક્વાન્ટાસના પ્રવક્તાએ આ ઘટના માટે માફી માંગી હતી. પ્રવક્તાએ કહ્યું કે દેખીતી રીતે જ ફિલ્મ દરેક માટે યોગ્ય ન હતી. અમે આ અનુભવ માટે ગ્રાહકોની દિલથી માફી માંગીએ છીએ. તેણે વધુમાં કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે ફિલ્મ કેવી રીતે પસંદ કરવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech