બંધારણ દિવસની અલગ-અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પોરબંદરમાં અનુસૂચિત જાતિ સમાજના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા એક ડઝન માંગણી સાથે દલિત અધિકાર સંઘ-ગુજરાત નામની સંસ્થાએ આવેદન પાઠવ્યુ હતુ.
દલિત અધિકાર સંઘ-ગુજરાતના જિલ્લા પ્રમુખ રાણાભાઇ કારાભાઇ શીંગરખીયાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને એવી રજૂઆત કરી હતી કે ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસેે ભારતદેશનું સંવિધાન બાબાસાહેબ ડો. આંબેડકર દ્વારા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને સુપરત કરવામાં આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે ૨૬ નવેમ્બરના દિવસને સમગ્ર રાષ્ટ્રમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. ત્યારે બંધારણ દિવસે દલિત અધિકાર સંઘ ગુજરાત પોરબંદર જિલ્લા પ્રમુખ રાણાભાઇ કારાભાઇ શીંગરખીયા પોરબંદર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના વિવિધ મુદાસર આવેદનપત્ર કલેકટર પોરબંદરના માધ્યમથી આપેલ છે.
ભારત દેશનું બંધારણ વિશ્ર્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે ત્યારે આ બંધારણના કાયદા મુજબ દેશના નાગરિકો તેમજ અનુસૂચિત જાતિ, જનજાતિ, મહિલાઓને કાયાદ મુજબ રક્ષણ મળે તેમજ તેમના પ્રાણ પ્રશ્ર્નોને સહાનુભુતિપૂર્વક સાંભળવામાં આવે અને પોરબંદરને મુંજવતા પ્રાણ પ્રશ્ર્નોની તકેદારી રાખવામાં આવે જે નીચે મુજબ છે.
પોરબંદર જિલ્લામાં અનુસૂચિત જાતિના ખેડૂતોને સાંથણીમાં જે જમીનો વર્ષો પહેલા આપવામાં આવેલ છે તનેા અમુક અનુ. જાતિને કબજામાં મળેલ ન હોય તે આપવામાં આવે.
પોરબંદર જિલ્લામાં અમુક અનુ. જાતિના કિંમતી જમીનમાં અમુક લેભાગુ જમીન માફિયાઓ કબજા હોય તે પરિવારને માનસિક કે શારીરિક ત્રાસો આપીને આ ભૂ-માફિયાઓ પોતાનુ ધાર્યુ પાર કરતા હોય તેવા કિસ્સામાં ગરીબ અનુસૂચિત જાતિના પરિવારને ન્યાય મળે તેવી રજૂઆતો કે ફરિયાદો કરવામાં આવે તો ગુજરાત સરકાર કે પોરબંદર જિલ્લાના જે તે કચેરીના વડાઓ અનુસૂચિત જાતિની રજુઆતો સાંભળીને હકારાત્મક નિર્ણયો લેવામાં આવે.
પોરબંદર જિલ્લાના સરકારી કે અર્ધ સરકારી નોકરી કરતા લોકોને અમુક ઓફિસમાં જાતિ ભેદભાવભર્યુ વર્તન બંધ કરવામાં આવે.
પોરબંદર-છાયા નગરપાલિકામાં સફાઇ કામદારોને રણ વિસ્તારમાં જે રેસીડેન્ટ પ્લોટ વર્ષોથી આપવામાં આવેલ છે તે રણ વિસ્તારમાં ભરતી કરીને પ્લોટ સફાઇ કામદારોને તાત્કાલિક સોંપવામાં આવે.
પોરબંદર જિલ્લામાં અમુક અનુસૂચિત જાતિના પરિવારને અન્યાય-અત્યાચારમાં મદદપ થનાર અનુસૂચિત જાતિના આગેવાન કાર્યકરને શંકાની નજરે થી ન જોવામાં આવે. અત્યાચારની ફરિયાદ તાત્કાલિક જે તે પોલીસ મથકે લેવામાં આવે. વણકર સમાજની વણાટ મંડળીને પ્રોત્સાહનપે યોગ્ય પગલા લેવામાં આવે. સરકાર દ્વારા સહાયનું ધોરણ વધારવામાં આવે.
અમુક સીટી વિસ્તાર કે ગામડામાં દરેક સમાજના બીન અધિકૃત કબજામાં હોય પરંતુ અનુસૂચિત જાતિના કબ્જેદારોની સામેજ કાર્યવાહી થાય તો શોષણ બંધ કરવામાં આવે.
પોરબંદર જિલ્લામાં વિદ્યાર્થીભવનો દરેક સમાજના છે પરંતુ અનુ. જાતિના વણકર વિદ્યાર્થીભવનની જમીન સામેજ કાર્યવાહી થયેલ છે જે બંધ થવી જોઇએ અને વણકર વિદ્યાર્થી ભવનની જમીન કાયદેસર પરત કરાવી જોઇએ.
પોરબંદર જિલ્લામાં રહેતા અનુસૂચિત જાતિના પછાત એરિયામાં અસામાજિક તત્વોના ત્રાસથી અમુક સારા માણસો ફરિયાદ કરવા જાય તો તેમની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવે.
પોરબંદર જિલ્લામાં કોઇપણ અનુસૂચિત જાતિ પરિવારને જાનહાની કે માનહાની કે પ્રાણ પ્રશ્ર્નોની કોઇપણ સંગઠન દ્વારા કે સમાજ દ્વારા કે આગેવાનો રજૂઆતો કોઇપણ કચેરીમાં મુખ્ય અધિકારી તેમને સમય આપે અને સંયમ વિવેકથી રજૂઆત સાંભળવા આવે.
પોરબંદર જિલ્લામાં ખાસ અંગભૂત યોજનાઓનો ચુસ્તપણે અમલવારી કરવામાં આવે.
સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક વિસ્તારની સનદવાળી કાયદેસરની જમીનો સ્વામિત્વ કાર્યક્રમથી રેગ્યુલાઇઝ કરવાની કામગીરી ચાલુ હોય જેમાં અનુ. જાતિ વિસ્તારોને જાણીબુજીને માપણી કરવામાં આવતી ના હોય જેથી યોગ્ય કર્મચારી સૂચન આપવામાં આવે.
ઉપરોકત મુજબની રજુઆત મુખ્યમંત્રી, રાજ્યપાલને કલેકટરના માધ્યમથી આપને મોકલેલ હોય આ બાબતે ગંભીરતાથી ધ્યાને લઇ આપ હકારાત્મક સહાનુભૂતિ નિર્ણય કરવામાં પોરબંદર જિલ્લાના વિવિધ કચેરીના અધિકારીઓને સૂચના આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech