નારી ગાામ નજીકથી એલસીબીએ વિદેશી દાની અલગ-અલગ કંપનીની પપપ બોટલ કિ.ા. ર,30,790ની ભરેલી એમ્બ્યુલન્સ સાથે એક શખ્સને ઝડપી લઇ કુલ કિ.ા.7,3પ,790નો મુદ્દામાલ સાથે કબ્જે કર્યો હતો.
ભાવનગર એલ.સી.બી શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ અને પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે મનિષ ડાભી (ઉ. વ. 26,રહે.ખીજડા વાળી શેરી, વડવા, ભાવનગર)ને એમ્બ્યુલન્સ નંબર જી. જે. 10 ડબ્લ્યુ 7002ના ખાનામાં દારૂનો જથ્થો ભરીને ભાવનગર-અમદાવાદ હાઇ-વે ધોલેરા તરફના રોડ તરફથી નારી ચોકડી થઇ ભાવનગર શહેરમાં પ્રવેશવાનો છે. જે બાતમી આધારે ભાવનગર-અમદાવાદ હાઇ-વે નારી ગામના તળાવ પાસે,જય મોમાઇ હોટલ સામે ધોલેરા તરફથી નારી ચોકડી તરફ જતાં રોડ ઉપર વોચમાં હતા ત્યારે વિદેશી દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ બોટલો સાથે ઝડપી લઈ તેની સામે ભાવનગર શહેર વરતેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ હતી.
ઝડપાયેલા શખ્સ પાસેથી બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી ઓરીજનલ કવોલીટી 1 લીટરની બોટલ 117 કિં.રૂ.73,710, ડી.એસ.પી. બ્લેક ડીલકસ વ્હીસ્કી 750 મીલી બોટલ 36 કિં.રૂ.20,160, ડી.એસ.પી. બ્લેક ડીલકસ વ્હીસ્કી 375 મીલી બોટલ 48 કિં.રૂ.13,440, 8 પી.એમ. સ્પેશ્યલ વ્હીસ્કી 1 લી. બોટલ 162 કિં.રૂ.1,00,440, 8 પી.એમ. સ્પેશ્યલ વ્હીસ્કી 180 મીલી સીલપેક બોટલ 192 કિં.રૂ.23,040 અને ટેમ્પો ટ્રાવેલર્સ એમ્બ્યુલન્સ નંબર જી. જે. 10ડબ્લ્યુ 7002 કિ.રૂ.5,00,000 તેમજ મોબાઇલ ફોન કિ.રૂ.5,000, ડ્રાયવીંગ લાયસન્સ તથા આધાર કાર્ડ મળી કુલ રૂ.7,35,790નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, પ્રજ્ઞેશભાઇ પંડયા અને હસમુખભાઇ પરમાર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech