અમેરિકાના ન્યુ જર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં ભારતીય મૂળના વ્યક્તિએ અંધાધુંધ ફાયરીંગ કરી એક મહિલાની હત્યા કરી છે જયારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ છે. જો કે ફાયરીંગ કરીને નાસવા જતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની ઓળખ ગૌરવ ગિલ તરીકે થઈ છે. તેને ગોળીબારના સ્થળથી લગભગ અડધો માઇલ દૂર પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો. ગિલ કેન્ટનો રહેવાસી છે અને તેની સામે ફર્સ્ટ-ડિગ્રી મર્ડર, હત્યાનો પ્રયાસ અને બહુવિધ હથિયારો-સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે.જો કે આ ફાયરીંગનો હેતુ હજુ જાણવા મળ્યો નથી.
અમેરિકાના ન્યુ જર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં થયેલા ગોળીબારમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને ભારતીય મૂળની એક મહિલાનું મોત થયું છે. પોલીસે શંકાસ્પદની ઓળખ ભારતીય મૂળના 19 વર્ષીય ગૌરવ ગિલ તરીકે કરી છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.રિપોર્ટ અનુસાર મૃતક મહિલા પંજાબની હતી.ગોળીબારની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જાણવા મળ્યું કે બે મહિલાઓ ગોળીઓથી ગંભીર રીતે ઘાયલ થઈ છે. બંને પીડિતોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં, 29 વર્ષીય જસવીર કૌરનું મૃત્યુ થયું, જ્યારે તેના 20 વર્ષીય પિતરાઈ ભાઈની હાલત નાજુક છે.તે જ દિવસે શંકાસ્પદ ગૌરવ ગિલની ધરપકડ કરવામાં આવી હતી. ભાગ્યાના કલાકો પછી, તેને ગોળીબારના સ્થળથી લગભગ અડધો માઇલ દૂર પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો. જે ઘરમાં મહિલાઓ સાથે રહેતી હતી તે ગુરમુખ સિંહની માલિકીનું છે. ગોળીબાર પાછળનો હેતુ હજુ અસ્પષ્ટ છે, અને એ પણ જાણી શકાયું નથી કે ગિલનો પીડિતો સાથે અગાઉ કોઈ સંબંધ હતો કે કેમ.ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે ટ્વિટર પર લખ્યું: ન્યૂ જર્સીના રૂઝવેલ્ટ એવન્યુ, કારટેરેટ ખાતે ગોળીબારમાં જસવીર કૌરના દુ:ખદ મૃત્યુ અને ગગનદીપ કૌરના ઘાયલ થવાના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. અમે તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech