રાજકોટમાંથી સેલ્ફ ડ્રાઈવ રેન્ટ પર કાર લઈ જતા હતા : ક્રાઈમ બ્રાંચે રાજકોટ તથા જામનગરના શખસને ઉઠાવી લઈ અલગ-અલગ 40થી વધુ કબજે કરેલી કારમાં બેલડી સામે 26 કાર લઈ ગયાની નોંધાઈ ફરિયાદ
રાજકોટ શહેર સહિતના અન્ય વિસ્તારોમાંથી ટ્રાવેલ્સ ધંધાર્થીઓ પાસેથી સેલ્ફ ડ્રાઈવ રેન્ટ પર કાર ભાડે લઇ જઈને કાર ગીરવે મુકી દેવાના કૌભાંડના રાજકોટ ક્રાઈમ બ્રાંચે કરેલા પદર્ફિાશમાં વધુ આવી 1.18 કરોડની કિંમતની 26 કાર રાજકોટ તથા જામનગરના શખસે ભાડે મેળવીને કારસ્તાન કયર્નિા આરોપસર ફરિયાદ નોંધાઈ છે. ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધીમાં 40 જેટલી કાર કબજે લીધી હોવાનું જાણવા મળે છે.
રાજકોટ શહેરમાંથી રોજિંદા ભાડા પર સેલ્ફ ડ્રાઈવમાં કાર લઈ જઈને સમયમર્દિામાં કાર પરત નહીં આપી કે ભાડુ નહીં ચૂકવીને કૌભાંડ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. થોડા દિવસ પહેલા આવી એક ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ પણ કાર ભાડે લઈને સાવ ગાયબ થઈ જતી બેલડીને શોધવામાં પડી હતી. એ દરમિયાન રાજકોટ કોઠારિયા ગામ પાસે ખોડલધામ સોસાયટી ગેઈટ નં.2માં રહેતા કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી ગોગનભાઈ પયેલ તથા જામનગરના હર્ષદ મીલ ચાલી સંજરી પાન પાછળ રહેતો બીલાલ હસનશા શાહમદાર કૌભાંડ કરતા હોવાનું ધ્યાને પડયું હતું.
ક્રાઈમ બ્રાંચની ટીમે બન્ને શખસોને ઉઠાવી લીધા હતા અને ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસિયાની રાહબરી હેઠળ પીઆઈ એમ.આર.ગોંડલિયા તથા ટીમે હાથ ધરેલી તપાસમાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની ટીમોએ આવી 40 કાર કબજે લીધી હતી. હવે ભોગ બનનારા ફરિયાદીઓને શોધીને ફરિયાદો નોંધવાનું કામ હાથ ધર્યું છે. રાજકોટમાં રેલનગર વિસ્તારની જાનકી વાટિકા સોસાયટી-2માં રહેતા મહાદેવ સેલ્ફ ડ્રાઈવીંગ નામે કાર ભાડે આપવાનું કામ ધરાવતા પીન્ટુ રાજેશભાઈ ચાવડા ઉ.વ.27એ બન્ને શખસો સામે ગુનો નોંધાવ્યો છે. ફરિયાદની વિગતોમાં પીન્ટુ અન્ય છ ભાગીદારો સાથે ટ્રાવેલ્સનો ધંધો કરે છે ગ્રુપમાં 20 કાર છે. સેલ્ફ ડ્રાઈવિંગમાં કાર લઈ જનાર ગ્રાહકનું આઈડી પ્રફુ, આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ લઈને જેટલા દિવસ કાર લઈ જવાની હોય એટલા દિવસનું એડવાન્સ ભાડું લઈને કાર ગ્રાહકને સોંપતા હતા.
એકાદ વર્ષ પહેલા આરોપી કાનજી ઉર્ફે આકાશ કે જે પોતે કાર લે-વેચનું કામ કરે છે તેવી વાત સાથે ફેસબુક થકી પીન્ટુના ભાગીદાર જયકિશન ભટ્ટને સંપર્ક થયો હતો. કયારેક વધુ કારની જર પડે તો સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે લઈ જતો હતો. બે માસ પૂર્વે કાનજી ઉર્ફે અકીએ જયકિશનનો સંપર્ક સાધી જામનગરના બિલાલ શાહમદાર નામની પાર્ટી છે તેને કાર પાંચ દિવસ માટે ભાડે જોઈએ છે તેમ કહી 15000 પિયા ભાડુ એડવાન્સ આપી કાર લઈ ગયા. ફરી હજી પાંચ દિવસ રાખશું કહીં એડવાન્સ પેમેન્ટ આપ્યું.
બીજી કાર પણ આવી રીતે ભાડે રાખી હતી, થોડા વખત બાદ ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને કાર માગીએ કે ભાડુ અને કાર બન્ને મળી જશે કહીં વાયદા કરાતા હતા. આવી જ રીતે ગ્રુપમાંથી 12 કાર તેમજ મિત્ર સાવન પરસાણાની બે કાર તથા વિપુલભાઈ કરશનભાઈ રાતડિયવા હસ્તક 12 કાર મળી કુલ 1,81,50,000ની કિંમતની 26 કાર ભાડે લઈ ગયા હતા.
તપાસ કરતા માત્ર પીન્ટુ ચાવડા જ નહીં ગ્રુપના અન્યો પાસેથી પણ સેલ્ફ ડ્રાઈવના નામે રાજકોટમાંથી આકાશ ઉર્ફે અકી તથા જામનગરના બીલાલે બે ડઝનથી વધુ કારો ભાડાના નામે લઈ જઈ કારસ્તાન કયર્નિું બહાર આવ્યું હતું. બન્ને શખસોએ કાર અન્ય કોઈને ભાડે આપી હતી કે કારમાંથી કોઈ કિંમતી પાર્ટસ ચેન્જ કયર્?િ સહિતના મુદ્દે ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
આરંભે રેગ્યુલર ભાડું ચૂકવી વિશ્ર્વાસ કેળવ્યો, મોરબી, જામનગરનું જ કહેતા
રાજકોટનો આકાશ ઉર્ફે અકી કાર ભાડે આપનારા ધંધાર્થીઓનો સંપર્ક કરતો શઆતમાં રેગ્યુલર ભાડું ચૂકવીને વિશ્ર્વાસ મેળવીને કૌભાંડ આચર્યું હતું. કારનું લોકેશન મોરબી, માળિયા, જામનગર જ હોવાનું અપાતું હતું. અકીએ ટ્રાવેલ્સ ધંધાર્થીઓને એવું બહાનું આપ્યું હતું કે, જામનગરની મોટી પાર્ટી છે તેને રમજાન માસમાં ગ્રુપમાં વધુ કારની જરિયાત હોવાથી સેલ્ફ ડ્રાઈવ ભાડે મેળવે છે.
કારમાંથી પાર્ટસ કાઢી લેવાયા હોવાની શંકા
સેલ્ફ ડ્રાઈવ કાર ભાડે લઈ જઈ આચરાયેલા કૌભાંડમાં કાર માલિકો, ધંધાર્થીઓને કારની હાલત જોતા એવી શંકા છે કે કારમાંથી કિંમતી સામાન કે આવા પાર્ટસ કાઢી કે ચેન્જ કરી લીધા હોઈ શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech