ચિરોડા પાટીયા પાસે એલસીબી ત્રાટકી : હથિયારો અને એકટીવા કબ્જે : હથિયાર સપ્લાયરની તલાશ
જામનગર એલસીબીની ટુકડી હથિયારધારાના કેશ શોધી કાઢવા પેટ્રોલીંગમા હતી દરમ્યાન જામજોધપુરના ચિરોડા પાટીયા પાસેથી જામનગરના સુભાષપાર્કમાં રહેતા એક શખ્સને પિસ્ટલ, રિવોલ્વર અને ૩ કાર્ટીઝ સાથે પકડી લીધો હતો, પુછપરછમાં આ હથિયાર સાધના કોલોનીના મુકલો સિંધી નામના શખ્સે આપ્યુ હોવાની વિગતો સામે આવતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી બાજુ પોલીસ દ્વારા આ અંગે વિધિવત ગુનો નોંધી પકડાયેલા શખ્સની સધન પુછતાછ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી જુગાર તથા હથિયારધારા હેઠળના કેશોશોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી જામનગર જીલ્લા એસપી પ્રેમસુખ ડેલુએ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ તપાસ રાખી દારુ જુગાર હથિયારધારા હેઠળના કેશો શોધી કાઢવા ઇન્ચાર્જ એલસીબી પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો હથીયારધારા હેળના કેશો શોધી કાઢવા અંગે જરુરી વર્કઆઉટમાં હતા.
દરમ્યાન સ્ટાફના સંજયસિંહ વાળા, દીલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચને મળેલ સંયુકત હકીકત આધારે આરોપી સુરેશ ઉર્ફે સુરીયો વિજય સોનારા રહે. સુભાષપાર્ક શેરી નં. ૩, રણજીતસાગર રોડ, જામનગરવાળાને જામજોધપુર તાલુકાના ચીરોડા ગામના પાટીયા પાસેથી લાયસન્સ પરવાના વગરની એક પિસ્ટલ કિ. ૨૫૦૦૦ તથા એક રીવોલ્વર કિ. ૧૦૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ ૩ કિ. ૩૦૦ તથા એકટીવા જીજે૧૦ડીકયુ-૫૩૭૧ કિ. ૪૦.૦૦૦ મળી કુલ ૭૫૩૦૦ના મુદામાલ સાથે પકડી પાડયો હતો.
આરોપી સુરીયા વિરુઘ્ધ પો.હેડ કોન્સ હિતન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ નોંધી પીએસઆઇ આર.કે. કરમટાએ હથીયાર મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી હથીયાર સપ્લાય કરનાર જામનગરના સાધના કોલોનીના મેઘરાજ ઉર્ફે મુકેશ ઉર્ફે મુકલો સીંધીને ફરાર જાહેર કરાયો હતો જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech