સણોસરામાં ટ્રેકટરની હડફેટે માસુમનું મોત અંબર ચોકડી પાસે બાઇકે એકટીવાને ઠોકર મારતા માતા-પુત્રીને ઇજા
જામનગર-કાલાવડ હાઇવે પસાયાના પાટીયા પાસેની ગોલાઇ નજીક ટાટા સફારી ગાડીના ચાલકે બેદરકારીથી ચલાવીને સીઆજ ગાડી સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો જેમાં એક વ્યકિતનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ છે, આ બનાવ અંગે સફારી ગાડીના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. જયારે સણોસરા ગામ પાસે ટ્રેકટર ચાલકે બેદરકારીથી ચલાવી બાળકને હડફેટે લઇ મોત નિપજાવ્યુ હતું. આ ઉપરાંત અંબર ચોકડી પાસે અજાણ્યા બાઇક ચાલકે એકટીવાને ઠોકર મારતા માતા અને માસુમ પુત્રીને ઇજા પહોચી હતી.
જામનગરના ખોડીયાર કોલોનીમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનાના ધંધાર્થી નિખીલ શ્યામસીંગ કુશવાહ (ઉ.વ.૨૪)એ સફેદ કલરની ટાટા સફારી ગાડી નં. જીજે૧૦ડીઆર-૭૭૦૫ના ચાલક સામે પંચ-એમાં ફરીયાદ કરી હતી.
ગઇકાલે પસાયા પાટીયા પાસેની ગોળાઇ પર સફારી ગાડીના ચાલકે પુરઝડપે બેદરકારીથી ચલાવીને સીઆઝ ગાડી નં. જીજે૩૭બી-૯૯૯૪માં સામેથી ભટકાડી અકસ્માત સર્જયો હતો, ગાડીની આગળની સીટમાં બેઠેલા કેવલભાઇ ઉમેશભાઇ મુંજારીયા રહે. જામનગરવાળાને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી સફારી ગાડીનો ચાલક ત્યાં ગાડી મુકીને નાશી ગયો હતો જેની શોધખોળ ચલાવવામાં આવી છે.
બીજા બનાવમાં ધ્રોલના સણોસરા ગામમાં રહેતા મુળ એમપીના ભીલખેડી ગામના વતની ખેતમજુર નવલસીંગ પાભાઇ ડામોર (ઉ.વ.૩૧)એ ગત રાત્રીના ધ્રોલ પોલીસમાં ટ્રેકટર નં. જીજે૧૦બીઆર-૮૨૦૪ના ચાલક માનસીંગની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.
ગઇકાલે બપોરે બે વાગ્યાના સુમારે ફરીયાદી તથા તેમના પત્ની અને તેમનો ચાર વર્ષનો પુત્ર વિરેન ફરીયાદીના બનેવીને ત્યાં મગફળી ઉપાડવા માટે ગયા હતા ત્યારે સણોસરા ગામ છત્રપાલસિંહની વાડીએ ફરીયાદીનો પુત્ર મગફળીમાં રમતો હતો અને ફરીયાદીના બનેવી માનસીંગભાઇ ટ્રેકટર અચાનક ગફલતભરી રીતે ચલાવીને ફરીયાદીના પુત્રને હડફેટે લઇ માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું. આ બનાવથી વાડી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ઉપરાંત જામનગરના લાલવાડી વિસ્તાર સુકૃત રેસીડેન્સી ખાતે રહેતા રોશનીબેન આશીષભાઇ અનડકટ (ઉ.વ.૩૦) નામની મહિલાએ સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે અજાણ્યા બાઇક ચાલકની સામે ફરીયાદ કરી હતી. જે મુજબ ગત તા. ૧૮ના અંબર ચોકડી રોડ પર ફરીયાદી રોશનીબેન તેમની ૪ વર્ષની પુત્રી પલનાને એકટીવા ગાડી નં. જીજે૧૦સીએ-૪૧૦૧માં બેસાડીને સેન્ટ આન્સ સ્કુલેથી લઇને તેમના ઘરે જઇ રહયા હતા.
ત્યારે અજાણ્યા મોટરસાયકલના ચાલકે પોતાની બાઇક પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીની એકટીવામાં પાછળથી અથડાવી અકસ્માત સર્જયો હતો જેમાં ફરીયાદી તથા તેમની પુત્રી નીચે પડી ગયા હતા, ફરીયાદીને મુંઢ ઇજા અને પુત્રીને બંને ગાલ, દાઢી નીચે અને પગમાં છોલછાલ જેવી ઇજા પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech