પોરબંદરમાં આર્યસમાજ ખાતે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
વૈદિક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિઓમાં જિલ્લામાં અનોખું સ્થાન ધરાવતા પોરબંદર આર્યસમાજ દ્વારા તાજેતરમાં દેશના સ્વાતંત્ર પર્વ અને ઘર ઘર તિરંગા અભિયાનની ઉજવણીના ભાગ પે શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે દેશ ભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન પોરબંદરના આર્યસમાજ ખાતે કરવામાં આવેલ હતું. વિદ્યાર્થીઓના વિકાસમાં રચનાત્મક અભિગમ ધરાવતી અને આર્યસમાજ આધ્યાત્મિક ઉન્નતિની સાથે શાળા કોલેજોના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબધ્ધતા ધરાવે છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મજયંતી અને પોરબંદર આર્યસમાજના ૧૫૦માં સ્થાપના દિનની ઉજવણીના ઉપલક્ષમાં અને વીરોને શ્રધ્ધાંજલિ આપવાના ઉમદા હેતુસર આ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે આર્યસમાજના પ્રમુખ ધનજીભાઇ આર્યએ આપણા શહીદોએ ભારતને આઝાદ કરવા કુરબાની તો આપી છે પણ આપણે આપણા સ્વાર્થ, લોભ, લાલચ, વ્યસન, અંધશ્રધ્ધાની કુરબાની આપવાની છે. આ પ્રસંગે પોરબંદરની ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર એ.આર. ભરડાએ સ્વાતંત્ર સંગમમાં દેશના અનેક વીર સપૂતોએ આપેલા બલિદાનની ગાથાઓ નવી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે તેમ જણાવી શુભેચ્છાઓ મોકલી હતી.આર્યસમાજના શાસ્ત્રી નીતિનકુમાર તથા શાસ્ત્રી ઋષિકુમારના સંચાલન હેઠળ પોરબંદર જિલ્લાની શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટેની દેશભક્તિ ગીત સ્પર્ધા આર્ય સમાજ ખાતે પ્રથમ ઓડિશન રાઉન્ડ બે વિભાગમાં યોજાયેલા હતા. જુનિયર વિભાગમાં ધોરણ૮ થી ૧૧ અને સિનિયર વિભાગ ધોરણ ૧૨થી કોલેજ સુધીનો સમાવેશ કરવામાં આવેલ હતો. આ બે વિભાગમાં ઓડિશન રાઉન્ડમાં બંને ગ્રુપમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા થનારને છાત્રોને મહાનુભાવોના હસ્તે વૈદિક પુસ્તકો સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ ઓડિશન રાઉન્ડ પ્રથમ, દ્વિતીય અને તૃતીયમાં પસંદગી પામેલ ૩૫ યુવક-યુવતીઓએ ૧૫મી ઓગસ્ટના રોજ આર્યસમાજના કમ્પાઉન્ડમાં સાંજે ૭ થી રાત્રિના ૧૧ સુધી યોજાયેલ કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો પ્રસ્તુત કરી સૌને ડોલાવ્યા હતા. આ સુંદર રાષ્ટ્રભક્તિને બળવતર બનાવતા રાષ્ટ્રીય કાર્યક્રમમાં સૌ નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીઓને પોતાના અનુભવોનું રસપાન કરાવ્યું હતું. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં છાત્રોના માતાપિતા વાલી અને શહેરના પ્રબુધ્ધ નાગરિકો સહિત આર્યસમાજના ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહી છાત્રોના કાર્યક્રમને મોડી રાત્રી સુધી માણ્યો હતો.
આર્યસમાજના પ્રમુખ ધનજીભાઇ આર્ય અને મંત્રી કાંતિભાઇ જુંગીવાલાના માર્ગદર્શન હેઠળ યોજાનાર દેશભક્તિ ગીત સ્પર્ધામાં આર્યસમાજના હોદેદારો સુરેશભાઇ જુંગી, દિલીપભાઇ જુંગી, હરનારાયણસિંહ, નાથાલાલ લોઢારી, ગગનભાઇ કુહાડા સારી જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech