મુંબઈમાં ઈમારતનો એક ભાગ તૂટી પડતા પિતા-પુત્રનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત

  • June 10, 2024 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વિક્રોલી પશ્ચિમમાં ટાટા પાવર હાઉસની નજીકના કૈલાશ બિઝનેસ પાર્કમાં સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં 10 વર્ષના બાળક અને 38 વર્ષના એક વ્યક્તિ સહિત બે લોકોના મોત થયા છે.


આ ઘટના ગઈકાલે રાત્રે મુંબઈના વિક્રોલીમાં બની હતી. જ્યારે એક 10 વર્ષનો છોકરો તેના સિક્યુરિટી ગાર્ડ પિતાને ખાવાનું આપવા ગયો હતો અને ભારે વરસાદને કારણે બાળક તેના પિતા સાથે ત્યાં જ રોકાઈ ગયો હતો. આ દરમિયાન નિર્માણાધીન ઈમારતનો એક ભાગ પિતા-પુત્ર પર પડ્યો હતો. જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકોની ઓળખ નાગેશ રેડ્ડી (38) અને રોહિત રેડ્ડી (10) તરીકે થઈ છે.


ભારતીય હવામાન વિભાગ મુંબઈ કેન્દ્રે સોમવારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, આગામી ત્રણથી ચાર કલાક દરમિયાન મુંબઈ સહિત રત્નાગિરી, સિંધુદુર્ગ, રાયગઢ, ઔરંગાબાદ, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ અને લાતુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. IMDએ પણ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application