એક્શન અને ધમાકા સાથે સિદ્ધાર્થનો નવો અવતાર

  • January 06, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોહિત શેટ્ટીની  ઈન્ડિયન પુલીસ ફોર્સ વેબ સીરીઝનું ટ્રેલર લોન્ચ

લોકોને જકડી રાખે તેવી વેબ સીરીઝ બનાવી પોતાની એક અલગ જ ખ્યાતી ઉભી કરનારા રોહિત શેટ્ટીની મચ અવેઇટેડ સીરિઝ "ઇન્ડિયન પોલીસ ફોર્સ"નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.જેમાં સિદ્ધાર્થ સિવાય શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબરોય પણ જોવા મળશે.સિદ્ધાર્થ વેબ સિરિઝ મલ્હોત્રાની પણ ડેબ્યુ ઓટીટી સીરિઝ છે.

આખરે રોહિત શેટ્ટીની મચ અવેઇટેડ સીરિઝ "ઇન્ડિયન પોલીસ ફોર્સ"નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રોહિત શેટ્ટીના અવતારમાં બનેલી આ ખાસ વેબ સિરીઝમાં તમને ભરપુર માત્રામાં એક્શન જોવા મળશે. એક્શન અને ધમાકા વચ્ચે આ વેબ સિરિઝમાં તમને સિદ્ધાર્થ મલ્હોત્રા અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે. ત્રણેયનો લુક આ વેબ સિરિઝ માટે ખુબ જ ખાસ છે. 


ટ્રેલરની શરૂઆત બોમ્બ-ધમાકાથી થાય છે. પછી વિવેક ઓબરોય કહે છે કે આ હુમલા અમારી ઉપર નહીં પણ અમારી હિંમત પર થયા છે.જે બાદ સિદ્ધાર્થ પુલિસ યુનિફોર્મમાં સામે આવે છે.તેની સાથે શિલ્પા શેટ્ટી પણ પણ જોવા મળી રહી છે.ઈન્ડિયન પુલિસ ફોર્સની આ વેબ સિરિઝમાં તમને રોહિત સ્ટાઈલ ધમાલ જોવા મળશે.


રોહિત શેટ્ટીની ફિલ્મ ઈન્ડિયન પુલીસ ફોર્સ 19 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.આજે મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન મેકર્સે આ વેબ સિરીઝનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કર્યુ હતું.. 3 મિનિટનું આ ટ્રેલર સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે..રોહિત શેટ્ટી નિર્દેશિત આ સિરીઝ કોપ યૂનિવર્સનો ભાગ છે.


'ઇન્ડિયન પોલુસ ફોર્સ'નું ટ્રેલર રીલીઝ થયું ત્યારથી લોકો સિદ્ધાર્થ મલ્હોત્રા અને રોહિત શેટ્ટીના વખાણ કરતા થાકતા નથી.. લોકો કહે છે કે રોહિત શેટ્ટી ક્યારેય તેના ફેન્સને નિરાશ કરતા નથી.સિદ્ધાર્થના ફેન્સ પણ આ ટ્રેલરના ખુબ જ વખાણ કરી રહ્યાં છે.. આ વેબ સિરિઝમાં વિવેક ઓબરોય, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી સિવાય  શ્વેતા તિવારી, નિકિતિન ધીર, રૂતુરાજ સિંહ, મુકેશ રૂષિ અને લલિત પરિમૂ પણ જોવા મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application