સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં જુદી જુદી ૪૮ જેટલી કમિટીઓની રચના કરી તેમાં ૨૫૦ થી વધુ તજજ્ઞોને અને શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા લોકોને સ્થાન આપ્યા પછી હવે ધડાધડ કમિટીઓની મીટીંગો મળવાનું શ થઈ ગયું છે. લાંબા સમયથી સ્થગિત થયેલ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના વહીવટમાં હવે સળવળાટ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને વડાપ્રધાનની પીએમ ઉષા યોજના અંતર્ગત કરોડો પિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટનું આયોજન તૈયાર કરીને અંતિમ મંજૂરી માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને મોકલ્યા પછી તેને બહાલી મળી છે. હવે આ યોજના અંતર્ગત ૪૧.૩૫ કરોડના ખર્ચે યુનિવર્સિટી કેમ્પસ પર નવું એકેડેમિક બિલ્ડીંગ અને નવું ગેસ્ટ હાઉસ બાંધવામાં આવશે. આ ઉપરાંત દાયકાઓ પૂર્વે બંધાયેલા જુદા જુદા ભવનમાં અંદાજે પિયા ૧૩.૪૧ કરોડના ખર્ચે રીનોવેશનની કામગીરી હાથ ધરવાનો નિર્ણય બિલ્ડીંગ એન્ડ વર્કસ કમિટીની બેઠકમાં લેવાયો છે. આ નિર્ણય પછી હવે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
યુનિવર્સિટી કેમ્પસ પર આવેલ અર્થશાક્ર ભવન મનું બિલ્ડીંગ ઘણું જૂનું હોવાથી તે તોડી પાડીને નવું બિલ્ડીંગ બાંધવામાં આવશે. આ માટેની કાર્યવાહીને પણ કમિટીએ બહાલી આપી છે. સમાજશાક્ર ભવનમાં ચોમાસાની સિઝન દરમિયાન લીકેજની અને ભેજ ઉતરવાની વ્યાપક ફરિયાદો ઉઠા પછી હવે તેની અગાસી પર વોટરપ્રૂફિંગ ચાઇના મોજેકના કામને પણ મંજૂરી આપવામાં આવી છે.
કમિટીની આ બેઠકમાં મંડપ સર્વિસના રેટ કોન્ટ્રાકટ મનું ટેન્ડર, રોડ સાઈડ ભવનોની આજુબાજુ વૃક્ષારોપણ– તેની જાળવણી, લાઈટ માઈક ડેકોરેશન વગેરેના રેટ કોન્ટ્રાકટરનું ટેન્ડર, ઇલેકટ્રીક પર રીપેરીંગના રેટ કોન્ટ્રાકટરનું ટેન્ડર, આરો પ્લાન્ટ મેન્ટેનન્સ, સાફ–સફાઈ વગેરેને લગતા રેટ કોન્ટ્રાકટ અને ટેન્ડરના કામો પર આ બેઠકમાં નિર્ણયો લેવાયા હતા. કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયો અંતિમ મંજૂરી માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટની આગામી દિવસોમાં મળનારી બેઠકમાં રજૂ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ યુવતી પર લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ
November 27, 2024 02:07 PMરાજકોટ : ફેબ્રુઆરીમાં ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર 2025નું આયોજન
November 27, 2024 02:06 PMબાંટવા : 31 લાખના ખર્ચે બનેલા રોડની હાલત બિસ્માર
November 27, 2024 01:29 PMઅમરેલી - ધારીના દેવળા થી માધુપુર રોડ ઉપર દીપડીનુ વાહન હડફેટે અકસ્માત
November 27, 2024 01:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech