રાત્રીના કોલેજિયન યુવતીના રૂમમાં ઘુસી પાડોશી શખસે કર્યા અડપલાં

  • April 20, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના મવડી ચોકડી પાસેના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી એમબીએની વિધાર્થીની રાત્રિના અહીં મમાં તેની મમેટ સાથે સૂતી હતી ત્યારે દરવાજો ખુલ્લો રહી ગયો હોય પાડોશમાં રહેતો શખસ મોડી રાત્રીના મમાં ઘૂસી ગયો હતો.તે વિધાર્થીની પાસે સૂઈ જઈ તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. દરમિયાન વિધાર્થીનીએ ચીસ પાડતા આ શખસ અહીંથી દિવાલ ટપી નાસી ગયો હતો. ત્યારબાદ તેણે આ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મવડી ચોકડી પાસેના વિસ્તારમાં ભાડાના મકાનમાં છેલ્લા એકાદ માસથી રહેતી ૨૨ વર્ષીય યુવતીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં પાડોશમાં જ રહેતા કિશન આહીર(ઉ.વ ૧૮) નું નામ આપ્યું છે.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે એમબીએનો અભ્યાસ કરે છે અને અહીં મમાં તેની સહેલી સાથે રહે છે.

ગઈકાલ રાત્રિના એકાદ વાગ્યા આસપાસ તે તથા તેની સહેલી બંને મમાં વાતો કરતા હતા ત્યારે દરવાજો ખુલ્લો રાખ્યો હતો અને ઐંઘ આવશે ત્યારે દરવાજો બધં કરી દઈશું તેવું વિચાયુ હતું. પરંતુ બંને ઐંઘી ગઈ હતી અને દરવાજો બધં કરવાનું ભૂલી ગઈ હતી. મોડી રાત્રિના અચાનક યુવતીના શરીર તથા છાતીનાભાગે કોઈ સ્પર્શ કરતું હોય તેવું લાગતાં તે સફાળી જાગી ઉઠી હતી. દરમિયાન જોતા તેની બાજુમાં એક પુષ સૂતો હતો જેથી તે ગભરાઈ જતા તેણે ઉભા થવાની કોશિશ કરતા આ શખસે તેને બાથ ભીડી જબરજસ્તી કરવાની કોશિશ કરી હતી. જેથી તેણે ચીશ પાડતા તેની સહેલી પણ જાગી ગઈ હતી અને લાઈટ કરતા પાડોશમાં રહેતો કિશન આહીર જોવા મળ્યો હતો. બંનેએ દેકારો કરતા કિશન અહીંથી ભાગી અગાસીની દિવાલ કુદી નાસી ગયો હતો.બાદમાં આ બાબતે યુવતીએ તેના પરિચિત અને મકાન માલિકને જાણ કરી હતી.ત્યારબાદ તેના પિતાને પણ જાણ કરી હતી બાદમાં આ ફરિયાદ નોંધાવી છે.



યુવતીએ પોતાની ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતો કિશન આ પહેલા પણ મકાનની અગાસી ઉપર બેસી અવારનવાર તેમની સામે ગંદી નજરથી જોયા કરતો હતો. યુવતીની આ ફરિયાદના આધારે માલવીયાનગર પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ ૩૫૪ (એ) તથા ૪૫૧ મુજબ ગુનો નોંધી આરોપીને તાકીદે ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી રેતીનો ધંધાર્થી છે. ગઈકાલ તેના પરિવારજનો લ પ્રસગં ગામડે ગયા હતા અને તે ઘરે એકલો હતો ત્યારે મોડી રાત્રિના અહીં યુવતીના મનો દરવાજો ખુલ્લો જોતા તેણે આ કૃત્ય આચયુ હતું. અંગે વધુ તપાસ એ.એસ.આઈ કે.યુ.વાળા ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application