રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે રાષ્ટ્રીયકક્ષાનો કવિતા પઠન કાર્યક્રમ યોજાયો હતો.
રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે રાષ્ટ્રીયકક્ષાનો ગ્રામાલોક વિષય અંતર્ગત કવિતા પઠનનો કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાતી સાહિત્યનો પ્રચાર-પ્રસાર થાય અને વિદ્યાર્થીઓમાં સાહિત્ય અને શિક્ષણ પ્રત્યે વધુ રસરૂચિ કેળવાય એવા ઉમદા આશયથી સાહિત્ય અકાદમી નવી દિલ્હી અને સરકારી વિનયન કોલેજ રાણાવાવના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીયકક્ષાનો ગ્રામાલોક વિષય અંતર્ગત કવિતા પઠનનો કાર્યક્રમ ખુબ જ ઉત્સાહભેર યોજાયો હતો.જેમાં ગુજરાત રાજયના અને ખાસ પોરબંદર અને જામનગર પ્રાંતના કવિઓએ સ્વરચિત કવિતા અને કેફિયત રજુ કરી હતી.કોલેજના આચાર્ય ડો.કે.કે.બુદ્ધભટ્ટી નિમંત્રિત કવિઓનું શબ્દગુચ્છ દ્વારા અને કોલેજના અધ્યાપકોએ પુષ્પગુચ્છથી બહુમાન કર્યું હતું.આ કાર્યક્રમનું આયોજન-સંયોજન ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને વિવેચક, સાહિત્ય અકાદમી દિલ્હી, ગુજરાતી સલાહકાર સમિતિના સદસ્ય ડો. નીતિન વડગામા દ્વારા કરવામાં આવ્યુ હતુ. ગ્રામાલોક કવિતા પઠન અને કવિની કેફિયતને રસિકજન સુધી પહોંચડવાના સેતુબંધનું સંચાલન ગુજરાતના જાણીતા કવિ સ્નેહલ જોશીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિઓ મનોજ જોશી ’મન’, સ્નેહલ જોશી, હિરજી સિંચ, સુનીલ ભીમાણી, શુભમ સામાણીએ પોતાની ચુનંદા કવિતાઓ રજુ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા અને મોજ કરાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ગુજરાતી વિભાગના પ્રા. મોન્ટુ પટેલએ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય અને પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ, સાહિત્ય રસિકો અને ગ્રામજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમ રાણાવાવની સરકારી વિનિયન કોલેજના મીડિયા સેલના કો-ઓર્ડીનેટર પ્રો.ડો.મયુર ભમ્મરે જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech