રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં અમિન માર્ગ ઉપર હિંગળાજ નગર ચોક પાસે આજે સવારે ૩૦૦ એમએમ ડાયાની મેઇન ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં ભંગાણ થતા આ વિસ્તારની અનેક રહેણાંક સોસાયટીઓમાં વિતરણ ઠપ્પ થઇ ગયું હતું.
આ વિસ્તારમાં પાણી વિતરણનો સમય સવારે ૧૦–૩૦ વાગ્યાનો છે પરંતુ ૧૦ વાગ્યા આજુબાજુ લાઇન તૂટતા વિતરણ થઇ શકયું ન હતું જેથી રહીશોએ પાણીના ખાનગી ટેન્કર મંગાવવા પડા હતા.
વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ઉપરોકત વિસ્તારમાં રોડ ડિવાઇડરમાં મોબાઇલ ટાવરનું ફિટિંગ કરવા માટે પ્રાઇવેટ કોન્ટ્રાકટર એજન્સી ઇન્ડુસ કંપની દ્રારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે વેળાએ મેઇન ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં ભંગાણ સર્જાતાં પાણીનો ધોધ છૂટો હતો અને અમીનમાર્ગ ઉપર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. લાઇન લિકેજ થયાની ઘટનાથી મહાપાલિકા તત્રં તો અજાણ હતું પરંતુ જાગૃત નાગરિકોએ જાણ કરતા લાઈન બધં કરી રિપેરિંગ માટે ટીમ મોકલાઇ હતી પરંતુ ત્યાં સુધીમાં તો છેક અક્ષર માર્ગ સુધી પાણી પહોંચ્યું હતું.આ પ્રકારની ઘટના એક મહિનામાં બીજી વખત બનતા ખાનગી કોન્ટ્રાકટરને દડં ફટકારવા તજવીજ હાથ ધરાઇ છે
ઇન્ડુસ કંપનીને ૫૦ હજારનો દંડ
વેસ્ટ ઝોન સિટી ઇજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે મહિના પૂર્વે મોબાઇલ ટાવર માટેના ખોદકામમાં પાણીની મેઇન લાઇન ઇન્ડુસ કંપની દ્રારા તોડવામાં આવી હતી ત્યારે કંપની પાસેથી .૫૦ હજારનો દડં વસુલ્યો હતો. આજે રિપેરિંગ ચાલી રહ્યું છે, નુકસાનનો અંદાજ મેળવી દડં વસુલાશે
રિપેરિંગ પૂર્ણ થશે તો સાંજે વિતરણ
મોબાઇલ ટાવરના ફિટિંગ માટેના ખોદકામ દરમિયાન આજે સવારે પાણીની લાઇનમાં ભંગાણ થતા અનેક સોસાયટીઓમાં વિતરણ ખોરવાઇ ગયું છે, આજે બપોરની સ્થિતિએ રિપેરિંગ ચાલી રહ્યું છે, જો રિપેરિંગ સમયસર પૂર્ણ થશે તો સાંજ સુધીમાં પાણી વિતરણ થશે
બેફામ વેડફાટ; અક્ષરમાર્ગ સુધી નદી વહી
હિંગળાજ નગર ચોક પાસે કોન્ટ્રાકટર દ્રારા પાણીની લાઇન તોડવામાં આવ્યા બાદ લગભગ એકાદ કલાક સુધી કોઇ રિપેરિંગ માટે પહોંચ્યું ન હતું જેના લીધે લાખો લીટર પાણીનો બેફામ વેડફાટ થયો હતો અને છેક અક્ષર માર્ગ કોર્નર સુધી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech