શહેરના કોઠારીયા રોડ પર મંગલ પાર્કમાં રહેતા 17 વર્ષના સગીરને અહીં કોઠારીયા રોડ પર જ ગેરેજ ધરાવતા શખસ અને તેના ભાઈએ મળી ધોકા વડે માર માર્યો હતો. જેમાં સગીરને કોણીમાં ફ્રેકચર થઈ ગયું હતું. ગાડી લેવા જવાના બહાને સગીરને બોલાવ્યા બાદ તું મારી ઘરવાળી સાથે કેમ વાત કરે છે તેમ કહી આ હુમલો કર્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા મેઇન રોડ પર મંગલ પાર્ક સોસાયટી શેરી નંબર-3 માં રહેતા જલ્પાબેન કૌશિકભાઈ ભેસાણીયા(ઉ.વ 36) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મંગલ પાર્ક સોસાયટી શેરી નંબર 3 માં રહેતા વિજય પોકળ અને તેના ભાઈ કલ્પેશ પોકળના આપ્યા છે.
જલ્પાબેનને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.ગઈકાલે બપોરના 12:30 વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે પુત્ર જસ્મીન(ઉ.વ 17) ઘરે આવ્યો હતો અને વાત કરી હતી કે આપણા પાડોશમાં રહેતા વિજયભાઈ અને કલ્પેશભાઈએ મને માર માર્યો છે જેથી આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, આજે બપોરના બારેક વાગ્યે હું ઘરે હતો ત્યારે વિજયનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, બહાર આવ આપણે ગેરેજે ગાડી લેવા જવું છે. જેથી હું બહાર જતાં તેણે કારમાં બેસાડી કોઠારીયા રોડ પર ગોકુલ રેસ્ટોરન્ટ સામે આવેલા તેમના ગેરેજે લઈ ગયા હતા. બાદમાં વિજયએ કહ્યું હતું કે તું મારી ઘરવાળી સાથે કેમ વાતો કરે છે તેમ કહી ત્રણથી ચાર ફડાકા મારી દીધા હતા તેમજ ધોકા વડે ડાબા હાથે તથા જમણા પગે ઘા ફટકાયર્િ હતા. કલ્પેશે પણ મારકૂટ કરી હતી.
દરમિયાન વિજયના પત્ની તથા અન્ય લોકો આવી ગયા હતા અને વિજયના પત્નીએ કહ્યું હતું કે, અમારા બંને વચ્ચે એવું કશું નથી તેમ છતાં મારકૂટ ચાલુ રાખી હતી બાદમાં અહીં અન્ય લોકો આવી જતા છોડી દીધો હતો. તેવી વાત સગીરે તેની માતાને જણાવી હતી તેને દુ:ખાવો થતો હોય 108 મારફત તેને હોસ્પિટલ લઈ જતા હતા. ત્યારે બંને આરોપી ઘર પાસે ચોકમાં આ બંને ભાઈઓ ઉભા હોય ત્યારે પણ તેણે ધમકી આપી હતી કે હજુ તો માર માર્યો છે હવે બીજી વાર જાનથી મારી નાખીશું. આ હુમલામાં સગીરની ડાબા હાથમાં કોણીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું આ અંગે સગીરના માતાની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech