સગીરને ૧૮ વર્ષ પછી જ પીપીએફ પર વ્યાજ મળી શકશે

  • September 04, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પબ્લિક પ્રોવિડન્ટ ફડં સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નેશનલ સ્મોલ સેવિંગ્સ સ્કીમ હેઠળ પોસ્ટ ઓફિસ દ્રારા સગીરોના નામે ખોલવામાં આવેલા બહત્પવિધ પીપીએફ ખાતા અને એનાર આઈ માટે પીપીએફ ખાતાના વિસ્તરણને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે આ ફેરફારો કર્યા છે.જેમાં નિર્દેશ અપાયો છે કે સગીર જયારે પુખ્ત બની જશે પછી જ તેના ખાતામાં પીપીએનું વ્યાજ જમા થઈ શકશે.
પબ્લિક પ્રોવિડન્ટ ફડં એ રોકાણનો લોકપ્રિય વિકલ્પ છે. આનું કારણ એ છે કે તેની પાછળ સરકારી ગેરંટી છે, જે તેને જોખમ મુકત બનાવે છે અને ખાતરીપૂર્વક વળતર આપે છે. હવે પીપીએફ ખાતાને લઈને કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે પીપીએફ ખાતા સંબંધિત ૩ નિયમોમાં ફેરફાર કર્યા છે. ગયા મહિને ૨૧ ઓગસ્ટના રોજ આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. નવા નિયમો ૧ ઓકટોબર, ૨૦૨૪ થી અમલમાં આવવાના છે. વિભાગ દ્રારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, રાષ્ટ્ર્રીય નાની બચત યોજના હેઠળ પોસ્ટ ઓફિસ દ્રારા સગીરોના નામે ખોલવામાં આવેલા બહત્પવિધ પીપીએફ ખાતા અને એન આર આઈ માટે પીપીએફ ખાતાના વિસ્તરણ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પરિપત્ર અનુસાર, નાણા મંત્રાલય પાસે અનિયંત્રિત નાના બચત ખાતાઓને નિયમિત કરવાની સત્તા છે. તેથી આને લગતી તમામ બાબતો નાણા મંત્રાલયને મોકલવી જોઈએ

૧. સગીરના નામે પીપીએફ ખાતું
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સગીરના નામે પીપીએફ ખાતું ખોલવામાં આવે તો, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ જેટલું વ્યાજ ૧૮ વર્ષની વય પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા અનિયમિત ખાતા માટે ચૂકવવામાં આવશે. આ પછી તેને સંપૂર્ણ વ્યાજ દર ચૂકવવામાં આવશે. આવા ખાતાઓના કિસ્સામાં, સગીર ૧૮ વર્ષનો થાય તે તારીખથી પરિપકવતા અવધિ ગણવામાં આવશે.

૨.એક કરતા વધુ પીપીએફ એકાઉન્ટ
જો એક કરતા વધુ પીપીએફ ખાતા હોય તો પ્રાથમિક ખાતા પર સ્કીમ રેટ પર વ્યાજ અપાશે. શરત એ છે કે જમા રકમ દરેક વર્ષ માટે લાગુ પડતી મહત્તમ મર્યાદાની અંદર હોવી જોઈએ. બીજા ખાતામાં પડેલા પૈસા પ્રાથમિક ખાતામાં મર્જ કરાશે. આ માટે એ મહત્વનું છે કે પ્રાથમિક ખાતું દર વર્ષે અંદાજિત રોકાણ મર્યાદામાં રહે. પછી, સ્કીમના વ્યાજ દર મુજબ ખાતામાં પૈસા આવતા રહેશે.

૩. એનઆરઆઈ પીપીએફ એકાઉન્ટ

એન આર આઈ પીપીએફ ખાતામાં પણ ૩૦મી સપ્ટેમ્બર સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ જેટલું વ્યાજ આપવામાં આવશે. આ પછી તેમના પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. આ નિયમો પીપીએફ ૧૯૬૮ હેઠળ ખોલવામાં આવેલા સક્રિય એનઆરઆઈ પીપીએફ એકાઉન્ટસ પર લાગુ થશે યાં ફોર્મ એચ માં એકાઉન્ટ ધારકની રહેણાંક સ્થિતિ સ્પષ્ટ્રપણે પૂછવામાં આવી ન હતી





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application