મધ્યપ્રદેશ રાજ્યના ધાર વિસ્તારના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી, અને એક આસામીની વાડીમાં મજૂરી કામ કરતા બહાદુરભાઈ કેલસીંગ આદિવાસી નામના 35 વર્ષના યુવાને શનિવારે કોઈ અગમ્ય કારણોસર એક આસામીની વાડીમાં પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર રાતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની મટુબેન બહાદુરભાઈએ કલ્યાણપુર પોલીસને કરી છે.
ભીંડા ગામે રસ્તા બાબતે વૃદ્ધ પર હુમલો: બે બંધુઓ સામે ગુનો
ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ભીમશીભાઈ ખીમાભાઈ કારેથા નામના 66 વર્ષના વૃદ્ધએ પોતાની ખેતીની જમીનમાં પોતાની જાતે રસ્તો બનાવ્યો હતો. આ રસ્તા પર કથિત રીતે દબાણ કરવામાં આવતા આ અંગે ફરિયાદી ભીમશીભાઈએ આરોપી દેવશીભાઈ ખીમાભાઈ કારેથા અને આશિષ ખીમાભાઈ કારેથાને દબાણ નહીં કરવાનું કહેતા ઉપરોક્ત બંને આરોપીઓએ તેમને બીભત્સ ગાળો કાઢી, માર મારી, લોહી લુહાણ કરી દીધા હતા.
આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
કલ્યાણપુરમાં સાસુ-સસરાને માર મારતા જમાઈ સહિત ચાર સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા સાજણભાઈ મણીલાલ રાઠોડ નામના 45 વર્ષના દેવીપુજક યુવાને કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા ભાવેશ નાથાભાઈ પરમાર, ભીખુભાઈ નાથાભાઈ, દુદાભાઈ પરસોતમભાઈ અને પરસોતમભાઈ સાજણભાઈ પરમાર સામે પાઈપ અને લાકડી વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તેમજ ફરિયાદી સાજણભાઈ અને તેમના પત્ની શાંતુબેનને પણ માર મારી, મૂઢ ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આરોપી ભાવેશ ફરિયાદી સાજણભાઈ અને કાંતુબેનના જમાઈ થતા હોય, આ શખ્સ પોતાના પત્નીને તેણીના પિતા સાજણભાઈના ઘરે (માવતરે) આવવા દેતા ન હોવાથી આ બાબતે ફરિયાદી સાજણભાઈ અને કાંતુબેન તેમને સમજાવવા જતા ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે તમામ ચાર આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
આંબલા અને સલાયામાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, એક ફરાર
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા મોટા આંબલા ગામેથી પોલીસે રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના જુગાર રમી રહેલા હુસેન ઈસ્માઈલ સંધિ મુસ્લિમ, એઝાઝ ઇસબ સંઘાર, સમીર યુસુબ સંઘાર, જયેશ બાબુલાલ મકવાણા અને આમદ આલી સંઘાર નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂ. 24,190 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
સલાયા મરીન પોલીસે ઇસ્લામિયા સ્કૂલની દિવાલ પાસે બેસીને સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા મામદહુસેન જાકુબ ગાદ અને હમજા આદમ જસરાયાને તીનપત્તીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન અકબર ઉર્ફે અકુ ઓસમાણ સંઘાર નામનો શખ્સ ફરાર થઈ થઈ ગયો હતો. જે અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech