જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

  • December 25, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય યુવતીએ આજે સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમા ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડિફેન્સ કોલેજ ની નજીક બાલાજી પાર્કમાં રહેતી ગીતાદેવી સુશીલકુમાર વર્મા નામની ૪૩ વર્ષની પરણીતાએ આજે સવારે પોતાના ઘેર પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ સુશીલ કુમાર રામવિલાસ વર્મા એ પોલીસને જાણ કરતાં સીટી સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ, મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application