સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રહેતા ઈશ્વરભાઈ ભંગદભાઈ રાઠોડ નાના ૫૩ વર્ષના હળપતિ આધેડ શનિવાર તારીખ ૧૩ ના રોજ બપોરના સમયે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે એક વાડીમાં સુતા હતા. ત્યારે અહીં જી.જે. ૧૦ બીઆર ૮૯૭૫ નંબરના એક ટ્રેકટરના ચાલક મારખીભાઈ રામશીભાઈ કરમુરે પોતાનું ટ્રેક્ટર આજુબાજુમાં જોયા વગર ગફલત કરી રીતે ચલાવતા આ ટ્રેક્ટરની ટ્રોલીના વ્હીલ ઈશ્વરભાઈ રાઠોડના માથા પરથી ફરી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર છગનભાઈ ઈશ્વરભાઈ રાઠોડની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીના ચાલક મારખીભાઈ કરમુર સામે આઈપીસી કલમ ૨૭૯, ૩૦૪(એ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech