સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ગઈકાલે બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિનું દાઝી જવા તેમજ ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું, ત્યારે આજે ફરી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. સવારે 7 વાગ્યાની આસપાસ માર્કેટમાં લાગેલી આગ હજુ સુધી કાબૂમાં આવી નથી. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે ખડકી દેવાઈ છે અને સતત પાણીનો મારો ચલવામાં આવી રહ્યો છે.
ટેક્સટાઇલ માર્કેટ સાઇટની મોટાભાગની દુકાનો બળી ગઈ છે. જ્યારે આજે સવારથી લાગેલી આગમાં મોટાભાગની દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. અંદાજે 100થી 150 દુકાનો બળી ગઈ હશે. લગભગ 300થી 400 કરોડનું નુકસાન થયું હશે. ઓક્સિજન માસ્ક સાથે ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી. ભીષણ આગમાં ચાર માળમાં અનેક દુકાનો બળીને ખાક થઈ ગઈ છે અને વેપારીઓને કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
આજીવિકા છીનવાતા વેપારી રડી પડ્યો
ટેક્સટાઈલ માર્કેટમાં મોટાભાગે કાપડની દુકાનો હોવાથી ખુબ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાક થઈ જતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ આગમાં એક વેપારીની દુકાન બળીને ખાક થઈ જતાં અને પોતાની આજીવિકા છીનવાતા વેપારી રડતો જોવા મળ્યો હતો.
અંદાજે 300થી 400 કરોડનું નુકસાન
શિવશક્તિ માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે, અમારી દુકાન શિવશક્તિ માર્કેટમાં જ છે. દુકાન નંબર 2044 ગણેશ ફેશનના નામથી દુકાન છે અને માર્કેટમાં કુલ 853 દુકાનો છે. ગઈકાલે 1.30 વાગ્યા માર્કેટમાં આગ લાગી હતી જે સાંજે 6થી 7 વાગ્યા આસપાસ કાબુમાં લેવામાં આવી હતી. વોચમેન કહી રહ્યો હતો કે આજે ફરી સવારથી ધૂમાળો નીકળી રહ્યો છે. તેમજ શિવશક્તિ માર્કેટના વોટ્સએપ ગ્રુપમાં 8 વાગતા ખબર પડી કે આગ ખુબ મોટી લાગી છે. ત્યાર બાદથી ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છ પરંતુ આગ પર કાબુ આવ્યો નથી.
કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા
ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આગ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ રહી છે. કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા, જેઓ બહાર આવી ગયા છે. અમારા પહેલાં ફાયર ઓફિસર દિનેશ જે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, અહીં ખૂબ મોટા ધડાકા થઈ રહ્યા છે. હજી અંદર પણ મોટા પ્રમાણમાં આગ લાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech