રાજકોટ સહિતના સ્થળોએથી બાઇક ચોરી કરનાર શખસ ઝડપાયો: છ વાહન કબજે

  • April 08, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, અમાદાવાદ, ખેડામાંથી મળી આઠ બાઈકની ચોરી કરનાર વાંકાનેરના શખસને એલસીબી ઝોન–૨ ની ટીમે ઝડપી લઇ તેની પાસેથી છ બાઇક કબજે કર્યા હતાં.આરોપી વાહનની ચોરી કરી વાંકાનેર તાલુકાના ગામમાં સસ્તાભાવે વેચી નાખતો હતો.

રાજકોટ એલસીબી ઝોન ૨ પીએસઆઇ આર.એચ. ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. રાહત્પલભાઇ ગોહેલ,કોન્સ. જયપાલસિંહ સરવૈયાઅને અમિનભાઇ ભલૂરને મળેલી બાતમી આધારે વાંકાનેરના નવા કણકોટ ગામના લાલજી કરશનભાઈ માલકિયાને ઝડપી લઇ તેની સઘન પૂછતાછ કરતા પોતે આઠ બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
પોલીસે જણાવ્યું હતું કે,આરોપી નોકરી માટે અપડાઉન કરતા લોકો યાં વાહન પાકિગ કરતા હોય ત્યાં વોચ રાખી ચોરી કરતો હોવાનું અને આ એમઓથી તેણે માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, હોસ્પિટલ ચોક, આજી ડેમ ચોકડી, બામણબોર ટોલનાકુ, કુવાડવા ચોકડી, સૂર્યારામપુરા સહીત આઠ સ્થળેથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. તેમજ રાજકોટ, અમદાવાદ, ખેડાના છ ગુનાના ભેળ ઉકેલી નાખ્યા છે. આરોપીએ બાઇકની ચોરી કર્યા બાદ વાંકાનેર તાલુકાના ગામડાઓમાં વેચી નાખ્યા હતાં.અગાઉ બે ગુનામાં પકડાયેલ લાલજી પાસેથી પોલીસે સવા લાખની કિંમતના છ બાઈક કબજે કરી વિશેષ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application