ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે ચોરીની બાઈક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. તળાજાની રોયલ ચોકડી પાસે બાવળની કાંટમા છુપાવી રખાયેલા બે ચોરીના બાઈક સાથે મહુવાના ઓથા ગામના શખ્સને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી પુછપરછ કરતા તેના કબજામાં રહેલા બાઈક ઠાડચ ઠળીયા રોડ પરથી અને સુરતના સરથાણા વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
આ બનાવ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે, એક શખ્સ રોયલ ચોકડી પાસે આવેલ બાવળની કાંટમાં બે ચોરાઉ મોટર સાયકલ નંબર પ્લેટ વગરના લઈને ઉભેલ છે. અને મોટર સાયકલ વેચવા માટે ગ્રાહકોને બોલાવે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં દિપક ઉર્ફે દિપેશ પરશોત્તમભાઈ શિયાળ (ઉ.વ.૨૩, રહે.ઓથા, તા.મહુવા, હાલ-કમલ પાર્ક, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત) શંકાસ્પદ વાહનો સાથે હાજર મળી આવતા વાહનો અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય. જેથી આ વાહનો તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરી પુછપરછ કરતાં આજથી આશરે સાડા નવેક મહિના પહેલા ઠાડચ- ઠળીયા રોડ ઉપર ૬૬ કે.વી. સબ સ્ટેશન નજીક આવેલ વાડીના છાપરેથી બજાજ કંપનીની પ્લેટીના મોટર સાયકલ ડાયરેકટ કરી ચોરી કર્યાની તેમજ આજથી આશરે દોઢ વર્ષ પહેલા સુરત, સરથાણા વિસ્તારમાં આવેલ શ્યામ મંદિર પાછળ રીવેરા એપાર્ટમેન્ટમાંથી પાર્ક કરેલ સ્પલેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ હોવાનું તેમજ શખ્સ સુરતના ૧૨ ગુનામા જ્યારે મહુવાના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલવા પામ્યું હતું. એલસીબી ટીમે દિપક ઉર્ફે દીપેશ નામના શખ્સને ઝડપી આગળની વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાધુ વાસવાની રોડ પર શાકમાર્કેટ પાસે ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ
April 13, 2025 01:45 PMરાજકોટ: આજે UPSC દ્વારા શહેરમાં પરીક્ષા યોજાશે
April 13, 2025 01:44 PMમુર્શિદાબાદ હિંસા: ઇન્ટરનેટ સેવા બંધ, 150 થી વધુ લોકોની ધરપકડ
April 13, 2025 12:17 PMભારત ક્યારેય આતંકવાદી રાણાને ત્રાસ આપશે નહીં... યુએસ સેક્રેટરીના ઈમેલમાં ખુલાસો
April 13, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech