રાજકોટમાં મોટરસાયકલની ઉઠાંતરી કરનારની અટક
મોટી ખાવડી મટીરીયલ ગેઇટના પાર્કિંગમાથી મોટરસાયકલની ચોરી કરનાર શખ્સને બે બાઇક સાથે પડાણા પોલીસે પકડી લીધો હતો જયારે જામનગર પોલીસ દ્વારા એક બાઇક ચોરને જનતા ફાટક પાસેથી દબોચી લીધો હતો.
મેઘપર પડાણાના પીઆઇ જયસ્વાલની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે લાખનસિંહ, ધર્મેન્દ્રસિંહ, ભગીરથસિંહ તથા મહેશભાઇને સંયુકત બાતમી મળેલ કે પડાણા પોલીસમાં ચોરીમાં ગયેલ સ્પ્લેન્ડર સાથે એક શખ્સ આંટાફેરા કરે છે આથી તપાસ લંબાવી જોગવડ પાટીયે રાણીશીપ ઢાળીયે રહેતા વિનોદ સોમા માતંગને પકડી લીધો હતો. બાઇક મટીરીયલ ગેઇટના પાર્કિંગમાથી ચોરી કયર્નિી કબુલાત કરી હતી. પોલીસે બે બાઇક કબ્જે કયર્િ છે. તપાસ દરમ્યાન મીઠાપુર ઉધોગનગરના ગોદળ ઉર્ફે ગોદળીયો સના લધાનું નામ ખુલ્યુ હતું.
આ ઉપરાંત જામનગર સીટી-સી પીઆઇ જે.જે. ચાવડાની સુચનાથી સ્ટાફના મહાવીરસિંહ અને વનરાજભાઇને મળેલ બાતમીના આધારે જનતા ફાટક પાસે ચોરાઉ મોટરસાયકલ લઇને એક શખ્સ ઉભો છે જેથી ત્યાં દોડી જઇને જામનગર શંકર ટેકરી સુભાષપરામાં રહેતા દિપક અમરા પરમારને પકડી લીધો હતો. અને બાઇક કબ્જે કરી પુછપરછ કરતા રાજકોટ હોસ્પીટલ ચોક પાસેથી ચોરી થયેલ હોવાનું સામે આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુણેમાં નશામાં ધૂત ડમ્પરચાલકે ૯ને કચડયા, બે બાળક સહિત ત્રણના મોત
December 23, 2024 11:34 AMમેટોડાના યુવાનને વ્યાજખોર બંધુની દુકાન બધં કરાવી દઇ સામાન ભરી જવા ધમકી
December 23, 2024 11:33 AMસુલતાનપુર નજીક ઇનોવાએ બાઇકને ઠોકર મારતા બાબરાના આધેડનું મોત, યુવકને ઇજા
December 23, 2024 11:31 AMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 11:31 AMનવાગઢમાં ખૂની હુમલામાં ઘવાયેલા યુવકનું મોત: બનાવ હત્યામાં પલટાયો
December 23, 2024 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech