સિહોરમાં પડતર મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

  • September 03, 2024 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન રાજીવનગર વિસ્તારમાં આવેલા એક પડતર મકાનમાં દરોડો પાડી તપાસ કરતા મકાનમાંથી દા‚ની ૯૫ અને ૪૮ નંગ અલગ-અલગ બોટલો મળી આવતા મકાનમાં રહેલા શખ્સને દા‚ તેમજ બાઈક અને મોબાઈલ મળી કુલ ‚ા.૭૮,૧૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. 
પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને મળેલી બાતમીના આધારે સિહોરના રાજીવનગર, મફતનગર વિસ્તારમાં આવેલા પડતર મકાનમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી, જે દરમ્યાન દા‚ની અલગ-અલગ કંપનીની ૯૫ અને ૪૮ જેટલી બોટલો મળી આવતા મકાનમાં હાજર શખ્સ લાલા ઝાલા બલીયા (ઉં.વ.૨૮, રે. સિહોર)ની અટકાયત કરી દા‚ના જથ્થા વિષે પૂછતાછ કરતા તેણે એવી કબૂલાત આપી હતી કે, પોતે અને પોતાનો ભાગીદાર દીપક દેવશી જોટાણા (રે.સિહોર) સાથે મળી દા‚નો ધંધો કરતા હોય સિહોરના ટોડા ભડલીના અજય પ્રવીણ ડાભીએ મા‚તી સ્વીફ્ટ કારમાં દા‚નો જથ્થો વેચાણ અર્થે મોકલ્યો હતો. 
લાલા ઝાલા બલીયાએ આપેલી કબૂલાતના પગલે પોલીસે સ્થળ પરથી દા‚, બે બાઈક તેમજ મોબાઈલ મળી કુલ ‚ા. ૭૮,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી દિપક દેવશી જોટાણા, અજય પ્રવીણ ડાભી તેમજ દા‚નો જથ્થો પહોંચાડનાર સ્વીફ્ટ કારના ચાલક અને ક્લીનર સહીત સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application