સીમમાં એલસીબી ત્રાટકી : ૩૨૨ બોટલો, કાર સહિત પાંચ લાખનો મુદામાલ કબ્જે : બે શખ્સ ફરાર
જામનગર નજીક તમાચણ ગામની સીમ રેલ્વે ફાટકની બાજુમાં મોડી રાત્રીના એક બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડીને વિદેશી દારુની નાની મોટી ૩૨૨ બોટલ, કાર, મોબાઇલ મળી ૫ લાખના મુદામાલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો, જયારે તમાચણ અને નાઘેડી ગામના બે શખ્સોની સંડોવણી ખુલી હતી.
જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર જીલ્લામાં દારુ, જુગાર સબંધે તપાસ કરવા સુચના આપતા એલસીબી દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતું દરમ્યાન મળેલી બાતમીના આધારે જામનગર તાલુકાના તમાચણ ગામની સીમ રેલ્વે ફાટકની બાજુમાં આરોપીઓએ પોતાના કબ્જામાં વિદેશી દારુની નાની મોટી બોટલો વેચાણ અર્થે રાખી છે જે હકીકતના આધારે એલસીબીએ દરોડો પાડીને જામનગરના ગોકુલનગર શિવનગર શેરી નં. ૪માં રહેતા અરજણ એભા ભારવાડીયા નામના શખ્સને દબોચી લીધો હતો.પોલીસે વિદેશી દારુની નાની મોટી ૩૨૨ બોટલ, ૧ મોબાઇલ અને ૧ કાર મળી ૫.૦૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો, તપાસ દરમ્યાન તમાચણ ગામનો લખમણ ઉર્ફે લખન પરબત ચાવડીયા તથા નાઘેડી ગામનો રામ ઉર્ફે રામકો જીવા મોઢવાડીયા નામના બે શખ્સો ફરાર થઇ ગયા હતા. ત્રણેયની વિરુઘ્ધ એલસીબીના અરજણભાઇ દ્વારા પંચ-એમાં પ્રોહી મુજબ ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech