ભાવનગર નારી ચોકડી પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નારી ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ ૯૦ કિંમત રૂપિયા ૯૦૦૦ અને મોબાઈલ સહીત કુલ રૂપિયા ૧૪,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી કરાયો હતો.
આ બનાવ અંગે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર એલસીબી ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન નારી ચોકડી પાસે આવતાં એક શખ્સ કાળા કલરના થેલામાં કંઇક શંકાસ્પદ લઇ ઉભો હોય જેના પર શંકા જતા શખ્સને પકડી તેનું નામ ઠામ પુછતાં પોતે પોતાનું નામ અનિલભાઇ પ્રવિણભાઇ ધુમડીયા (ઉ.વ.૩૨, ધંધો. સેન્ટીંગ કામ, રહે.દીપક ચોક, મફતનગર, શાળા નં.૧૭ ની પાછળ) હોવાનું જણાવ્યું હતું. અને તેની પાસે રહેલ થેલામાં શંકાના આધારે તપાસ કરતાં થેલામાં ઇંગ્લીંશ દારૂની અલગ-અલગ કંપનીની બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસે આ ઇંગ્લીંશ દારૂનો જથ્થો પોતાના કબ્જામાં રાખવા બાબતે પાસ-પરમીટ માંગતાં ન હોવાનું જણાવતાં શખ્સ પાસેથી મળી આવેલી ૧૮૦ એમએલની પ્લાસ્ટીકની બોટલો નંગ-૯૦ જેની કુલ કિંમત ૯૦૦૦ તથા થેલાની કિ.રૂ.૧૫૦ અને મોબાઇલ ની કિ.રૂ.૫૦૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ શખ્સને ઉક્ત ઇંગ્લીંશ દારૂના જથ્થા બાબતે પુછતાં પોતે આ જથ્થો ભાવનગર, દીપક ચોક, આડોડીયા વાસમાં રહેતાં સંજયભાઇ સરજુભાઇ પરમાર તથા તેના પત્ની વર્ષાબેન પરમારએ મંગાવેલ હતો. જે દારૂનો જથ્થો અમદાવાદ, સરખેજ ચોકડી પાસે મો.નં.૯૭૨૬૪૩૯૯૭૧ વાળો જેનું નામ રાજુભાઇ હતું. તે આપી ગયેલ હોવાની પોલીસ પાસે કબૂલાત કરી હતી. જે અંગે એલસીબી ટીમે અનિલભાઇ પ્રવિણભાઈ ધુમડીયાને વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૪,૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. અને તમામ વિરુદ્ધ પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહૈદરાબાદે IPLમાં બીજો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, પંજાબને 8 વિકેટે હરાવ્યું
April 12, 2025 11:34 PMLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMUS ટેક કંપનીઓને રાહત, ટ્રમ્પે સ્માર્ટફોન, કમ્પ્યુટર્સને રેસિપ્રોકલ ટેરિફમાંથી આપી છૂટ
April 12, 2025 09:15 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech