ભાવનગર એલસીબી ટીમે ચિત્રા વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. ચિત્રા મસ્તરામ બાપાના મંદિરથી સીદસર જવાનાં રસ્તા પરથી બાતમીના આધારે શખ્સને ઝડપી તેની તલાસી લેતા શખ્સ પાસેથી વિદેશી દારૂની ૧૫ બોટલો અને મોબાઈલ.મળી કુલ રૂપિયા ૧૯,૪૫૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જયારે એક શખ્સ નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર ભાવનગર એલસીબી ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ચિત્રા, મસ્તરામ બાપા મંદીરથી સીદસર રોડ એક દુકાનની સામે જાહેર રોડ ઉપર આવતાં એક શખ્સ રોડ ઉપર સફેદ કલરની એક્ટીવામાં આગળના ભાગે પ્લાસ્ટીકની થેલીમાં કંઇક શંકાસ્પદ લઇ ઉભેલો મળી આવ્યો હતો. જેનું નામ પૂછતાં ધર્મેશભાઇ ઉર્ફે ધમો હસમખુભાઈ જીંજુવાડીયા (ઉવ.૩૨, રહે. આખલોલ જકાતનાકા, મણિનગર, બ્લોક નં.F-૧૩૫) હોવાનું જણાવેલ હતું. અને પોલીસે તેની પાસે રહેલ મોટરસાયકલ જેના આગળના ભાગે જોતા એક સફેદ થેલીમાં તપાસ કરતાં ઇગ્લીંશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે આ દારૂનો જથ્થો રાખવા બાબતે પાસ-પરમીટ માંગતાં નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો કુલ નંગ-૧૫ છે. જેની કુલ કિંમત રૂપિયા ૯૪૫૦ ગણી કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ શખ્સ પાસેથી એક મોબાઈલ જેની કિ.રૂ. ૧૦,૦૦૦ કબજે કરાયો હતો. શખ્સના કબજા રહેલા દારૂના ઇગ્લીંશ દારૂ બાબતે પુછતાં પોતે આ દારૂ કાળીયાબીડમાં રહેતો નૈમિશભાઈ મંગળભાઈ કારીયા વેંચવા માટે આપેલ હોવાનું જણાવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૯,૪૫૦ નો મુદ્દામાલ સાથે એકને ઝડપી અને અન્ય એક મળી બન્ને શખ્સો સામે પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરાવી બોરતળાવ પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 23, 2024 09:38 AMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 23, 2024 09:37 AMવેરાવળમાં મહિલાના દાગીના તફડાવી લેનાર આંતર જિલ્લા ગેંગ ૪.૪૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ
November 23, 2024 09:25 AMમહારાષ્ટ્રમાં 288 બેઠકોની મતગણતરી શરૂ, રહેશે મહાયુતિનું વર્ચસ્વ કે મહાવિકાસ આઘાડી બાજી મારશે?
November 23, 2024 09:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech