જીલ્લામાંથી નિકોટીન પદાર્થના સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે એસઓજી ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જે દરમિયાન એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે નવાપરા ગંગાજળિયા પોલીસ મથકની સામે આવેલા યાસીન બાગ કોમ્પ્લેક્ષમાં આવેલી મેક આર્ટ પાનની દુકાનમાંથી ઈસિગારેટ અને જુદીજુદી ફ્લેવર સાથે એક ઈસમને એસઓજી પોલીસે ઝડપી લીધો હતો.
આ અંગે ભાવનગર એસઓજી પોલીસ મથક કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર એસઓજી પોલીસ મથકની ટીમએ ખાનગી બાતમી આધારે નવાપરા ગંગાજળીયા પોલીસ સ્ટેશનની સામે યાસીન બાગ કોમ્પ્લેક્ષમાં મેક આર્ટ નામની પાનની દુકાન ધરાવતા રિયાજભાઇ ઉસ્માનભાઇ મહીડાને અલગ અલગ કંપનીની પ્રતિબંધિત ઈ-સિગરેટ (વેપ) નંગ-૮૪ નિકોટીન યુકત તથા અલગ અલગ ફ્લેવર્સના બોકસ નંગ-૧૭ તથા છુટા નંગ-૧૮ મળી બોટલ નંગ-૧૭૧ બોટલ મળી કુલ કિં.રૂ.૧,૭૫,૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ મળી કુલ મુદ્દામાલ કી.રૂ ૨,૨૫,૫૦૦ મળી આવતા તેની સામે THE PROHIBITION OF ELECTRONIC CIGARETTES (PRODUCTION, MANUFACTURE, IMPORT, EXPORT, TRANSPORT, SALE, DISTRIBUTION, STORAGE AND ADVERTISEMENT ACT 2019 ની કલમ ૭, ૮ તથા આઇ.ટી.એકટ ૬૬ સી મુજબની એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી આ અંગે એસઓજી પોલીસ મથકના હેડ કોન્સ. જયવિરસિંહ વિક્રમસિંહ ચુડાસમા દ્વારા ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં રિયાઝભાઇ ઉસ્માનભાઇ મહીડા (ઉ.વ.૨૫, રહે. યાસીનબાગ ફલેટ નં.બી વીંગ નં.૩૦૧, નવાપરા ગંગાજળીયા પોલીસ સ્ટેશન સામે) વિરુદ્ધ ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેરમાં સ્ત્રી શક્તિઓ દ્વારા સિંદૂર યાત્રા
May 20, 2025 04:09 PMહાર્ટલી સોરી: સિવિલમાં હૃદયનું નિદાન બંધ છે, દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબુર
May 20, 2025 04:07 PMનારી નજીક હાઈ-વે પર ચાલતી કારમાં લાગી આગ, ચાલકનો આબાદ બચાવ
May 20, 2025 04:06 PMસિહોરના ઢુંઢસર ગામે થાંભલો તોડી નાખી પિતા-પુત્રને મારમાર્યો
May 20, 2025 04:03 PMસિહોર શહેરમાં ભાડુઆત નોંધણી માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી
May 20, 2025 03:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech