જામનગર નજીક દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

  • December 06, 2023 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજી ત્રાટકી : દરેડના હિન્દી ભાષે શખ્સ પાસેથી હથિયાર લીધાની કબુલાત

જામનગર નજીક એસઓજીની ટુકડીએ બાતમીના આધારે એક શખ્સને દેશી તમંચા સાથે દબોચી લીધો હતો જેની પુછપરછ કરતા દરેડ ફેસ-૨માં રહેતા હિન્દી ભાષી શખ્સનું નામ ખુલ્યુ હતું.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના તથા એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમાર તથા પીએસઆઇ આર.એચ. બારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એસઓજી સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા, ચંન્દ્રસિંહ જાડેજા, અનિરુઘ્ધસિંહ ઝાલા તથા હર્ષદકુમાર ડોરીયાને મળેલ ખાનગી બાતમી આધારે ખંભાળીયા આસપાસ, તુશી હોટલ પાસેથી દિલીપ ભરત વાઘેલા (ઉ.વ.૨૩) રહે. ભીમવાસ-૩, જુના રેલ્વે સ્ટેશન પાછળ, ડાંગરવાડા, જામનગરવાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચો કિ. ૫૦૦૦ સાથે પકડી પાડી પંચકોશી-બી ડીવીઝનમાં આર્મ્સ એકટ મુજબ ફરીયાદ નોંધી ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.
આરોપી દિલીપની પોલીસે પુછપર કરતા દરેડ ફેસ-૩ વિસ્તારમાં મજુરી કામ કરતા એક હિન્દી ભાષી શખ્સ પાસેથી હથિયાર લીધાની કેફીયત આપી હતી આથી આ દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application