લીમડા ગામેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

  • September 23, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉમરાળા તાલુકાના લીમડા ગામમાં એક શખ્સ દેશી તમંચા સાથે ઉભો હોવાની બાતમી મળતા ઉમરાળા -પોલીસે આ શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી સામે આમ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉમરાળા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, લીમડા (હનુભા) ગામ ખાતે શાંતિ ઉર્ફે કાંતિ ડાયાભાઇ પરમાર નામનો શખ્સ દેશી તમંચો લઈને ઉભો છે એટલે પોલીસે આ બાતમીના આધારે ગઢડા રોડ પર ખીજડીયા ગામ તરફના રસ્તા પર ઉભેલા આ શખ્સને ઝડપી પાડયો હતો અને તેની ઝડતી લેવામાં આવતાં તેની પાસેથી રૂા.૫ હજારની કિંમતનો તમંચો મળી આવ્યો હતો. આરોપી પાસે હથિયારના લાયસન્સ બાબતે પુછપરછ કરવામાં આવતાં તેની પાસે કોઈ લાયસન્સ ન હોય પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે આમ્સ એક્ટનો ગુનો દાખલ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application