તું શું પગ ચડાવીને બેઠો છો ? પૈસાની ઉઘરાણી કરી યુવકને છરી ઝીંકી

  • December 02, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કોઈ પણ વાતને લઈને બાજવું અને છરીથી હત્પમલો કરવો એટલે સામાન્ય બની ગયું છે, થોરાળામાં ઘરના ચોક પાસે પગ ઉપર પગ ચડાવી બેઠેલા યુવક પાસેથી ઉઘરાણીના .૯૦૦ માગી શું પલાંઠી વાળીને બેઠો છો કહી બેઠકના ભાગે છરીનો ઘા મારી દેતા ઇજા થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવની પ્રા વિગત મુજબ થોરાળામાં સર્વેાદય સોસાયટી–૨માં રહેતો રોહિત કિશોરભાઈ પરમાર (ઉ.વ.૨૨)નો યુવક રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં ઘર નજીક ચોકમાં બેઠો હતો ત્યાં કાનો રાઠોડ આવી બોલાચાલી કરી છરીનો ઘા મારતા બેઠકના ભાગે લાગી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
હોસ્પિટલના બિછાને રહેલા રોહિતએ જણાવ્યું હતું કે, પોતે એક ભાઈ બહેનમાં નાનો છે અને છૂટક મજૂરી કામ કરે છે. ગઈકાલે સાંજે ચોકમાં પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો ત્યારે વિસ્તારમાં રહેતો કાનો રાઠોડ આવ્યો હતો અને તેની પાસેથી ઉછીના લીધેલા .૯૦૦ આપવાના હોઈ તેની ઉઘરાણી કરી શું પગ ચડાવીને બેઠો છો ? આથી મેં કહ્યું હતું કે, મારી મરજી જેમ બેસું એમ, પાંચ મિનિટ ઊભ તારા પૈસા ઘરેથી લઇ આવીને આપું છું. આમ કહેતા કાનો ઉશ્કેરાયો હતો અને હત્પં ઘરે જવા ઉભો થતો હતો ત્યાં પાછળથી બેઠકના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. દેકારો થતા પોતે નાસી ગયો હતો અને મને ઇજા થવાથી સિવિલમાં ખસેડો હતો. થોરાળા પોલીસે યુવકનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application