એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે શહેરના જુયુબેલી ચોક પાસેથી ચોરાઉ એકટીવા સાથે કાલાવડ રોડ પર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે ત્રણ માસ પૂર્વે કેસરી પુલ પાસેથી આ એકટીવા ચોરી કર્યું હોવાની કબુલાત આપી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર. જી. બારોટ અને અને એસ.એમ.રાણાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધારાભાઈ ગઢવી, કલ્પેશભાઈ બોરીચા અને કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જુયુબેલી ચોક પુલ પાસેથી એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેનું નામ અમિત રમણભાઈ ભટ્ટી (ઉ.વ 27 રહે. કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાછળ આવાસ યોજના ક્વાર્ટર) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ શખસ પાસે રહેલા એકટીવા બાબતે તેની પાસેથી કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. બાદમાં સઘન પૂછતાછ કરતા ત્રણ માસ પૂર્વે હોસ્પિટલ ચોકનો ઓવરબ્રિજ ઉતરતા હોટલ ન્યુ રીવરની બાજુમાં કેસરી પુલ પાસેથી આ એકટીવાની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આરોપી પાસેથી રૂપિયા 40 હજારની કિંમતનું એકટીવા નંબર જીજે 3 એલ.એ 0982 કબજે કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech