મવડી પ્લોટમાં રહેતા અને ગોંડલ રોડ પર માતિ ઇન્ડસ્ટ્રીઝ અરિયામાં કારખાનું ધરાવનાર કારખાનેદાર પાસેથી સાત ઘરઘંટી મગાવી મુંબઇના શખસે તેનું પેમન્ટ ચૂકવ્યું ન હતું. પીપલાણામાં શેડ ધરાવતા શખસના કહેવાથી આ માલ મોકલ્યો હોય કારખાનેદારે .૭૭ હજારની ઠગાઇ અંગે બંને સામે ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં મવડી પ્લોટ વિસ્તારમાં કૃષ્ણનગર શેરી નં.૧૦ રહેતા મનોજભાઇ રતીભાઇ ગર(ઉ.વ ૪૫) દ્રારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઇમાં ડોમ્બીવલી ગણપતિ ચોક લમીનારાયણ કૃપા બિલ્ડીંગમાં રહેતા સુશીલ તથા રાજકોટના પીપલાણામાં ભગવતી હાર્ડવેરનો શેડ ધરાવનાર પ્રકાશ વોરાના નામ આપ્યા છે.મનોજભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ગોંડલ રોડ પર માતી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પટેલ કન્યા છાત્રાલય પાછળ ભગવતી મેન્યુફેકચરીંગ નામનું કારખાનું આવેલું છે જેમાં તેઓ ઘરઘંટીનું ઉત્પાદન કરે છે.
કારખાનેદાર પોતાની ફરિયાદમાં આગળ જણાવે છે કે, ગત તા. ૨૯૨૦૨૪ ના સવારના તેમને સુશીલભાઈનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, હત્પં મુંબઈમાં અંબિકા એન્ટરપ્રાઇઝ નામે પેઢી ધરાવું છું અને અહીં મુંબઈમાં ઘરઘંટી વેચવાનું વેપાર કં છું. મારે તમારી ઘરઘંટી જોવી છે તેના ફોટા મોકલાવો તેમજ આ શખસે તેનું વીઝીટીંગ કાર્ડ મોકલાવ્યું હતું જેથી ફરિયાદીએ તેમને ઘરઘંટીના ફોટા અને ડિટેઇલ મોકલી હતી. ત્યારબાદ આ સુશીલભાઈએ કહ્યું હતું કે, સાતેક ઘરઘંટી મોકલાવો જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, પહેલા પેમેન્ટ મોકલાવો જવાબમાં તેણે કહ્યું હતું કે માલ મળ્યા પછી હત્પં તમને આઠ દિવસમાં પેમેન્ટ મોકલાવી આપીશ.જેથી ફરિયાદીએ માલ મોકલવાની ના કહી હતી.જેથી તેણે પ્રકાશ વોરાની ઓળખાણ આપી હતી અને કહ્યું હતું કે, તે પીપલાણા ગામમાં જે.કે. ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે અને મને સારી રીતે ઓળખે છે હત્પં તેની પાસેથી માલ મંગાવું છું અને આ પ્રકાશનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો.
બાદમાં ફરિયાદીને પ્રકાશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મુંબઈ રહેતા સુશીલભાઈને તમારે ત્યાંથી ઘરઘંટી લેવી છે જેથી કારખાનેદારે કહ્યું હતું કે, હત્પં તેમને ઓળખતો નથી તેમને શા માટે માલ આપું? જેથી પ્રકાશભાઈએ કહ્યું હતું કે હત્પં તમને માં વીઝીટીંગ કાર્ડ મોકલું છું હત્પં તેમને રેગ્યુલર માલ મોકલું છું અને તમને ભરોસો ન હોય તો મારા કારખાને આવી જોઈ જાવ. પાર્ટી રેગ્યુલર છે અને તે પેમેન્ટ ન આપે તો હત્પં તમને પેમેન્ટ કરી આપીશ જેથી આ પ્રકાશભાઈના કહેવાથી ફરિયાદીએ તા. ૩૯ ૨૦૨૪ ના સુશીલ ભાઈને વિધિકા બ્રાન્ડ કટરવાળી સાત ઘરઘંટી મોકલાવી હતી જેની કિં. . ૭૭,૮૮૦ થતી હોય તા. ૧૦ ૯ ના માલ મુંબઈ પહોંચ્યો હતો. ત્યારબાદ આઠ દિવસ પછી ફરિયાદીએ પિયા માંગતા સુશીલે કહ્યું હતું કે, ગણેશ ઉત્સવ ચાલુ છે થોડા દિવસમાં તમાં પેમેન્ટ મોકલી આપીશ.
ત્યારબાદ પણ પેમેન્ટ ન મોકલતા આ બાબતે પ્રકાશભાઈને ફોન કરતા તેણે કહ્યું હતું કે, હત્પં તેની સાથે વાત કરી તમને કહત્પં છું બે ત્રણ દિવસ બાદ પ્રકાશને ફોન કરતા તે ફોન ઉપાડતો ન હતો અને આ સુશીલનો ફોન સ્વીચ ઓફ આવતો હોય આમ બંને મળી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોય તેમણે આ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech